નેશનલ

BHARAT JODO NYAY YATRA: રાહુલ ગાંધીએ બંગાળીઓના કર્યા ભરપૂર વખાણ, શું આનાથી ‘દીદી’ માની જશે?

કોલકાતાઃ અગાઉ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી કરતાંની સાથે જ સ્થગિત કરી દેવામાં આવી હતી. જે આજે ફરીથી શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ બંગાળના લોકોના જોરદાર વખાણ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે બંગાળના લોકોએ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે. તેમની પૂરી તાકાત આ યાત્રામાં લગાવી દીધી, જે તે ક્યારેય નહીં ભૂલે. તેને બંગાળના લોકોને દેશને રસ્તો ચીંધવા આહ્વાન કર્યું. જો કે યાત્રામાં ક્યાય ન તો TMCના ઝંડા જોવા મળ્યા કે ન તો લોકો.

જો કે યાત્રા દરમ્યાનના ભાષણમાં રાહુલ ગાંધીએ CM મમતાનું નામ લેવાનું ટાળ્યું હતું અને બિહારમાં થયેલી સત્તા પરીવર્તન કે CM નીતીશ કુમાર પર પણ ચૂપ રહ્યા હતા. પરંતુ અગ્નિવીર યોજના પર તેને સવાલ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ વાતવાતમાં મમતાને સંદેશો પણ આપ્યો અને મમતાના અહંકારને ઠેસ ન પહોંચે કે તેઓ ગુસ્સે ન થાય તે માટે પૂરો પ્રયાસ કર્યો. આ અવસરે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ અધીર રંજન ચૌધરી શરૂઆતથી અંત સુધી રાહુલ ગાંધીની સાથે રહ્યા, પરંતુ તેણે માઈક હાથમાં લીધું નહીં, એટલે કે અધીરે રાહુલ ગાંધીની હાજરીમાં કોઈ ભાષણ આપ્યું નહીં.

મમતા બેનર્જીનું નામ લીધા વિના રાહુલે કહ્યું કે આ વખતે તેમની યાત્રામાં બંગાળમાં જેટલો પ્રેમ મળ્યો છે તેટલો નથી મળ્યો. બંગાળ એક ખાસ જગ્યા છે. બંગાળે હંમેશા દેશને નવો રસ્તો બતાવ્યો છે. અંગ્રેજો સાથેની લડાઈમાં પણ બંગાળના લોકોએ પોતાની બુદ્ધિ અને ડહાપણને કારણે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. કારણ કે તમે બંગાળી છો, દેશને રસ્તો બતાવવાની જવાબદારી તમારી છે.

તેમણે કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝ, રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ તેના ઉદાહરણ છે. તેથી આજે પણ બંગાળના હોવાને કારણે દેશને રસ્તો બતાવવાની જવાબદારી તમારી છે, જો તમે આમ નહીં કરો તો દેશ તમને માફ નહીં કરે. તમે તમારી ઇંટેલેક્ચ્યુયલ પાવરથી નફરત સામે લડશો. તમે દેશને જોડવાનું કામ કરશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button