મનોરંજન

બૉલીવૂડની આ ટોચની અભિનેત્રી કરશે લાઈવ કોન્સેર્ટ, શૅર કર્યો વીડિયો

મુંબઈ: બૉલીવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક પરિણીતી ચોપરા પોતાના એક નવા ટેલેન્ટથી ચાહકોનું દિલ જીતવાની તૈયારી કરી રહી છે. ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવ્યા પછી હવે પરિણીતીએ સિંગિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં પરિણીતીએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે ગીત ગાતી જોવા મળી રહી છે.

પોતાના પેર્ફોર્મ્ન્સની તૈયારી કરતો એક વીડિયો પરિણીતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં પરિણીતી તેના પહેલા સ્ટેજ પેરફોર્મન્સની પ્રેક્ટિસ કરતી દેખાઈ રહી છે. પરિણીતીએ પોસ્ટ કરેલા વીડિયોમાં ‘મારી સોલથી લઈને સ્ટેજ સુધી ખૂબજ જલ્દી’ એવું કેપ્શન પણ આપ્યું હતું. પરિણીતીના આ નવા ટેલેન્ટની ચાહકોએ પ્રશંસા કરવાની સાથે પ્રેમ આપ્યો હતો અને તેના આ નવા સફર માટે શુભેચ્છાઓ પણ આપી હતી.

થોડા દિવસ પહેલા પરિણીતીએ તેના સિંગિંગના ટેલેન્ટ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ વડે જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પહેલાથી જ સિંગિંગમાં પોતાની કારકિર્દી બનાવવા માગતી હતી. આ જાહેરાત સાથે પરિણીતીએ ચાહકો માટે એક નોટ પણ શૅર કરી હતી.

પરિણીતીએ લખ્યું મ્યુઝિક હંમેશાથી મારી માટે એક હેપ્પી પ્લેસ રહ્યું છે. વર્ષોથી મ્યુઝિશિયનને સ્ટેજ પર પેરફોર્મ કરતાં જોયા છે. હવે હું પણ આ દુનિયાનો ભાગ બનવા જઈ રહી છું. હું પોતાને નસીબદાર માનું છું, અને મારા જીવનમાં એક નવા પ્રકરણને શરૂ કરવા માટે એક્સાઈટેડ છું, એવી નોટ પરિણીતીએ લખી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત