સ્પોર્ટસ

IND VS ENG ક્યાં શું ભૂલ થઈ એ કહેવું મુશ્કેલ: ROHIT SHARMA

બેન સ્ટૉક્સ કહે છે, ‘હું કૅપ્ટન બન્યા પછીની આ ગ્રેટેસ્ટ વિક્ટરી’

હૈદરાબાદ: ક્રિકેટજગતમાં શ્રેષ્ઠ સ્પિનરો તૈયાર કરવા માટે જાણીતા ભારતે રવિવારે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચવાળી સિરીઝ પહેલી ટેસ્ટમાં આઘાતજનક પરાજય જોવો પડ્યો. ભારતીય સ્પિનરોએ મૅચ પર મજબૂત પકડ જમાવીને પચીસમી જાન્યુઆરીએ ટેસ્ટની શરૂઆત કરી હતી, પણ પછીથી ઇંગ્લૅન્ડના સ્પિનરો (ખાસ કરીને ડેબ્યૂ-ટેસ્ટ રમનાર ટૉમ હાર્ટલી) જ ભારતીય બૅટર્સને ભારે પડ્યા હતા. કૅપ્ટન રોહિત શર્મા પરાજય પછી નિરાશ તો હતો જ, આ હાર માટે પત્રકારોને ચોક્કસપણે શું કારણ આપવું એ પણ કહી નહોતો શક્યો.

એક તરફ બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે કૅરિબિયનોના નવા ફાસ્ટ બોલર શમાર જોસેફના સાત વિકેટના તરખાટને લીધે શ્રેણીની બીજી ટેસ્ટમાં પરાજય જોવો પડ્યો ત્યાં બીજી બાજુ હૈદરાબાદમાં ભારતે હોમ-ગ્રાઉન્ડ પર ઇંગ્લૅન્ડના નવા સ્પિનર હાર્ટલીના સાત વિકેટના તરખાટ બદલ પરાજય ખમવો પડ્યો.


રોહિતે મૅચ પછી કહ્યું, ‘ચાર દિવસમાં પૂરી થયેલી આ મૅચમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા એટલે ચોક્કસપણે ક્યાં શું ભૂલ થઈ એ કહેવું મુશ્કેલ છે. અમે 190 રનની લીડ લીધી ત્યારે અમને લાગતું હતું કે અમે આ મૅચમાં ઘણા આગળ વધી ગયા છીએ, પરંતુ ભારતીય કન્ડિશન્સમાં કોઈ વિદેશી બૅટરની જોવા મળેલી સર્વશ્રેષ્ઠ બૅટિંગમાં ઑલી પૉપની ઇનિંગ્સ અચૂક લેખાશે. તે બહુ જ સારું રમ્યો. પિચમાં ખાસ કંઈ દાદ મળે એમ નહોતી એટલે 231 રનનો લક્ષ્યાંક મેળવી શકાય એમ હતો, પરંતુ અમે એ ટાર્ગેટની નજીક પહોંચવા જરૂરી સારી બૅટિંગ નહોતી કરી. અમારી બોલિંગ સારી હતી, પણ હૅટ્સ-ઑફ ટૂ ઑલી પૉપ. અમારામાંથી ક્યાં ચૂક થઈ એવી એકાદ-બે બાબત પર નજર નાખવી મુશ્કેલ છે. હા, એકંદરે અમે ટીમ તરીકે નિષ્ફળ રહ્યા.’


ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે કહ્યું, ‘મેં કૅપ્ટન્સી સંભાળી ત્યાર પછીના અમારા તમામ વિજયમાં આને હું ગ્રેટેસ્ટ વિક્ટરી તરીકે ઓળખાવીશ. ઑલી પૉપની 196 રનની ઇનિંગ્સને હું એશિયામાં જેટલા પણ ઇંગ્લિશ બૅટર્સની શ્રેષ્ઠ ઇનિંગ્સ નોંધાઈ છે એમાં પૉપની આ ઇનિંગ્સને હું ગ્રેટેસ્ટ ગણાવીશ.’


સ્ટૉક્સે મે, 2022માં કૅપ્ટન્સી સંભાળી ત્યાર બાદ તેના સુકાનમાં બ્રિટિશ ટીમ 19માંથી 14 ટેસ્ટ જીતી છે. સ્ટૉક્સની ટીમ ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલૅન્ડ, પાકિસ્તાન સામે ટેસ્ટ મૅચો જીતી છે, પણ ભારતમાં ભારતીય ટીમને એની જ કન્ડિશન્સમાં 28 રનથી હરાવી એ સ્ટૉક્સની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ વિજય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News