Filmfare Awards: કાર્તિક આર્યને તેની પર્ફોર્મન્સ પહેલા ગુજરાત વિશે શું લખ્યું?
આજે બોલીવુડના સિતારા ગુજરાતની ધરતી પર ધમાલ મચાવવા આવી પહોંચ્યા છે.
કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર્ફોર્મન્સની તૈયારીઓ વિશેની પોસ્ટ મુકી હતી, તેણે કેપશનમાં લખ્યુ, “ગુજરાત માટે તૈયાર, સવારે-3:30 કલાકે રિહર્સલ.” પોસ્ટમાં તેણે પોતાની ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ‘ગુજ્જુ પટાકા’ સોંગ મુક્યું હતું. તેણે એવું પણ જણાવ્યું હતું કે તે 24 કલાક સુધી ઉંઘ્યો નથી અને સતત ફિલ્મફેરના તેના પર્ફોર્મન્સ માટે શૂટિંગ અને રિહર્સલ કરી રહ્યો છે.
કાર્તિક આર્યન સિવાય રણબીર કપૂર, જાહન્વી કપૂર, વરૂણ ધવન, સારા અલી ખાન અને કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર પણ દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે.
ગઇકાલે યોજાયેલી કર્ટન રેઝર ઇવેન્ટને અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્નાએ હોસ્ટ કરી હતી. ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટસિટીમાં આ ઇવેન્ટનું આયોજન થઇ રહ્યું છે.
વરૂણ ધવન, કરીના કપૂર અને કરિશ્મા કપૂર પણ એવોર્ડ ફંક્શનમાં પર્ફોર્મન્સ માટે રિહર્સલ કરતા જોવા મળ્યા હતા.
ફિલ્મફેરની આજની મેઇન ઇવેન્ટને બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર 3 વર્ષ બાદ ફરી હોસ્ટ કરી રહ્યા છે, તેના વિશે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે “હું ત્રણ વર્ષ પછી હોસ્ટ તરીકે પરત ફર્યો છું. હું જે પણ કરું છું તેમાં હું મારી જાતને શ્રેષ્ઠ નથી માનતો. મને લાગે છે કે આપણા બધામાં સર્જનાત્મકતા છે, આપણે આપણા કામમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”