વેપાર

એલઆઇસીને એચડીએફસી બૅન્કમાં હિસ્સો વધારવા રિઝર્વ બેન્કની મંજૂરી

મુંબઇ: ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ને દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકમાં તેની ભાગીદારી વધારવાની મંજૂરી મળી ગઈ છે. એલઆઇસી હવે એચડીએફસી બેંકમાં ૯.૯૯ ટકા સુધીનો હિસ્સો ખરીદી શકશે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે ભારતીય રિઝર્વ બેંકે આ સરકારી વીમા કંપનીને તેનો હિસ્સો વધારવાની મંજૂરી આપી દીધી છે. એલઆઈસી દ્વારા આ મામલે થોડા સમય પહેલા આરબીઆઈ (આરબીઆઇ)ને અરજી કરી હતી. હાલમાં એલઆઇસી એચડીએફસી બેંકમાં ૫.૧૯ ટકા હિસ્સેદારી ધરાવે છે. એચડીએફસીએ શેર માર્કેટમાં આપેલી માહિતી પ્રમાણે આરબીઆઈએ એલઆઈસીને એચડીએફસી બેંકમાં એક વર્ષમાં આ હિસ્સો વધારવા માટે સલાહ આપી છે. આ સાથે આરબીઆઈએ એલઆઈસી બેંકમાં ૯.૯૯ ટકાથી વધારે ભાગીદારી વધારો કરવાનો આદેશ આપ્યો છે. ભારતીય બેંકના નિયમો પ્રમાણે કોઈ પણ બેંકમાં ૫ાંચ ટકાથી વધારે હિસ્સેદારી કરવા ઈચ્છતા હોય તેમને રિઝર્વ બેંકની મંજુરી લેવી જરુરી છે. તેમજ ૫ાંચ ટકાથી ઓછો હિસ્સો ખરીદવા માટે કોઈ પરવાનગીની આવષ્યકતા રહેતી નથી. એચડીએફસી બેંકના નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ક્વાર્ટરના પરિણાણો ૧૬ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા. આ ક્વાર્ટરમાં બેંકનો નફો ૩૩.૫ ટકા વધીને ૧૬,૩૭૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો ગત નાણાકીય વર્ષમાં બેંકનો નફો ૧૨,૨૫૯ કરોડ રુપિયા રહ્યો હતો. જ્યારે ગત નાણાકીય વર્ષમાં બેંકની કુલ આવક ૫૧,૨૦૮ કરોડથી વધીને ૮૧,૭૨૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગત ગુરૂવારે બેંકના શેરોમાં ૧.૦૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ૧૪૪૦.૭૦ રૂપિયા પર બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button