પ્રશંસા કર્યા પછી રાઉતના સૂર બદલાયાઃ નીતીશ કુમારની કરી નાખી આ રીતે ટીકા
મુંબઈ: મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ સત્તા પલટો થયો છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે લોકસભાની ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપતા અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનમાંથી છૂટા પડતાં બિહારમાં રાજકીય ઉથલપાથલ થઈ છે. I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સંસદ સંજય રાઉતે જનતા દળ (યુનાઈટે)ના પ્રમુખ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પ્રશંસા કર્યા પછી તેમની પલટુરામ કરીને ટીકા કરી નાખી હતી.
નીતીશ કુમાર દેશના સૌથી મોટા પલટુરામ છે. જનતા દળના અધ્યક્ષ અને બિહારના સીએમ નીતીશ કુમારે I.N.D.I.A. ગઠબંધનમાં દેશના તમામ વિરોધી પક્ષોને એકસાથે લાવવા માટે 24 કલાક પહેલા સંજય રાઉતે નીતીશ કુમારના વખાણ કર્યા હતા, પણ નીતીશ કુમારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળના એનડીએમાં સામેલ થતાં વિરોધી પક્ષોએ પણ ટીકા કરવાનું શરુ કર્યું હતું.
બિહારમાં સર્જાયેલા રાજકીય સંકટને લઈને સંજય રાઉતે કહ્યું હતું કે બિહારમાં જે ચાલી રહ્યું છે એ દેશ માટે જોખમી છે. આ સાથે રાઉતે ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે ભાજપ એક તરફ અયોધ્યાના રામની વાતો કરે છે, પણ રામના સત્ય વચન અને રામરાજ્યની વાતો કરે છે તો બીજી તરફ બિહારમાં પલટુરામને સાથે લઈ જવા માગે છે. દેશમાં રામને ઈચ્છો છો કે પલટુરામની સત્તા લાવવા માંગો છે, એવો રાઉતે સવાલ કર્યો હતો.
દરમિયાન એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ પર પણ ટીકા કરી હતી. રાઉતે કહ્યું હતું કે કોઈના પર વ્યક્તિગત ટીકા કરી રહ્યો નથી. મહારાષ્ટ્રમાં 70,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર અજિત પવાર આટલા મોટા ભ્રષ્ટાચારી છે. પ્રફુલ્લ પટેલ જેમના ઇકબાલ મિર્ચી અને દાઉદ ઇબ્રાહિમ જેવા લોકો સાથે સંબંધો છે એવા લોકોને ભાજપે તેમના પ્રધાનમંડળમાં સામેલ કર્યા છે. ભાજપ સૌથી મોટી પલટુરામની પાર્ટી છે. બિહારમાં પણ પલટુરામ ભાજપના લોકોએ જ આ કાવતરું કર્યું છે. તેઓને અયોધ્યામાં રામની પૂજા કરવાનો અધિકારી નથી, એવું પણ રાઉતે કહ્યું હતું.
જોકે, સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે સંજય રાઉતે નીતીશ કુમારની સૌથી વધારે પ્રશંસા કરી હતી. હવે નીતીશ કુમારે રાજીનામું આપ્યા બાદ પણ રાઉતે તેમને I.N.D.I.A. ગઠબંધનના મજબૂત સ્તંભ કહ્યા હતા અને તેઓ ક્યાંય નથી જઈ રહ્યા એવો વિશ્વાસ પણ રાઉતે વ્યક્ત કર્યો હતો