આમચી મુંબઈમહારાષ્ટ્ર

MTHL પરથી રોજના 31,000થી વધુ વાહનચાલકોની અવરજવર, થાય છે આટલી આવક?

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના સૌથી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (એમટીએચએલ)નું ઉદ્ઘાટન થયા પછી તેના પરથી વાહનોની અવરજવર શરૂ થઇ ત્યાર બાદ પહેલી જ વખત આ બ્રિજનો ઉપયોગ કરતા વાહનો અને તેના ટોલની આવકમાં પણ વધારો થયો છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર દરરોજ આશરે 31,000 જેટલા વાહનો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિકનો ઉપયોગ કરે છે. આ સી-બ્રિજનો ઉપયોગ કરનારા વાહનો દ્વારા ભરવામાં આવતા ટોલના કારણે દરરોજ સરેરાશ 61.50 લાખ રૂપિયાની આવક થતી હોવાનું પણ એમએમઆરડીએ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં જણાવાયું છે.

આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો તેના પહેલા 10 દિવસમાં એટલે કે 23 જાન્યુઆરી સુધી કુલ 3.09 લાખ વાહનોએ તેનો ઉપયોગ કર્યો છે તેમ જ તેના ટોલટેક્સના કારણે 6.15 કરોડ રૂપિયાની આવક થઇ છે.

ઉલ્લેખનીય છે કે સૌથી લાંબા સી-બ્રિજનું ઉદ્ઘાટન 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તેના પહેલા જ દિવસે 13મી જાન્યુઆરીએ 28,176 વાહનોએ તેનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે 54.77 લાખ રૂપિયાની આવક થઇ હતી.

જ્યારે બીજા દિવસે 54,977 વાહનોએ ટ્રાન્સ-હાર્બર લિંકનો ઉપયોગ કર્યો હતો અને તેમની પાસેથી કુલ 1.06 કરોડ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવ્યો હતો. તેના કારણએ અનેક લોકોન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…