ગેસ ધ ફિલ્મઃ કરણ જોહરે ફેન્સને વિચારતા કરી મૂક્યા, ઈનામની પણ કરી જાહેરાત
મુંબઈઃ બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા, કરણ જોહર તાજેતરમાં તેના ટોક શો કોફી વિથ કરણ માટે હેડલાઇન્સમાં હતો. તેના શોની 8મી સીઝન થોડા દિવસો પહેલા પૂરી થઈ. હવે તેનો શો પૂરો થતાં જ કરણ જોહરે તેના ચાહકોને વધુ એક સરપ્રાઈઝ આપ્યું છે. તાજેતરમાં, કેજો KJOએ તેના ઇન્સ્ટા પર એક પોસ્ટ શેર કરીને તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે, પરંતુ આ પોસ્ટમાં તેણે ફિલ્મ વિશે થોડું સસ્પેન્સ રાખ્યું છે. ન તો તેણે પોતાની પોસ્ટમાં ફિલ્મનું નામ કહ્યું છે કે ન તો તેણે ફિલ્મની કાસ્ટ વિશે કંઈ કહ્યું છે.
જો કે, આ પોસ્ટ શેર કરતી વખતે, કરણે ચાહકોને ફિલ્મના નામનું અનુમાન કરવા કહ્યું છે અને એમ પણ કહ્યું છે કે જે પણ તેની ફિલ્મના નામનું અનુમાન કરશે તેને તે ઇનામ આપશે. કરણ જોહરે પોસ્ટમાં લખ્યું છે- ‘અનુમાન લગાવવાનું શરૂ કરો.’ “આ કોઈ ફિલ્મની જાહેરાત નથી, અમે ગયા વર્ષથી આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છીએ. અમે તેને ગુપ્ત રાખ્યું કારણ કે ડેબ્યૂ ડિરેક્ટરે ફિલ્મ સાથે જોડાયેલા મુખ્ય પાસાઓને જાહેર ન કરવાનો નિર્ણય લીધો હતો. ક્રૂને પણ કહ્યું નથી. તેથી જ અમે તેને છુપાવી રાખ્યું. કરણે આગળ હીંટ આપી છે. જેમાં લખ્યું છે કે સાઉથનો એક સુપરસ્ટાર છે, જેણે હમણાં જ એક સફળ પેન ઈન્ડિયા ફિલ્મ આપી છે. એક અભિનેત્રી છે જે ખૂબ જ સુંદર છે. ખૂબ હંમેશા તેની ભાવનાત્મક સફરથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. ત્રીજો એક અભિનેતા છે જે આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે, અને અથાક મહેનત કરી રહ્યો છે. કરણે પોસ્ટમાં વધુમાં કહ્યું છે કે આ ફિલ્મ તૈયાર છે અને રિલીઝ થશે. ટૂંક સમયમાં. એની ગેસ…જો તમે ફિલ્મના ટાઈટલને ગેસ કરો છો તો અમે તમને ફિલ્મના ટીઝર લૉંચ વખતે ઈનવાઈટ કરીશું.
કરણની હી્ટંસ બાદ ચાહકો કામે લાગી ગયા છે. ચાહકોનું માનવું છે કે જે સાઉથનો સુપરસ્ટાર છે તે બીજું કોઈ નહીં પણ પૃથ્વીરાજ સુકુમારન છે, જેમણે તાજેતરમાં જ ફિલ્મ સલાર પાર્ટ 1 આપી. ડેબ્યુ એક્ટર તરીકે ઇબ્રાહિમ અલી ખાનનું નામ લઈ રહ્યા છે, જેના વિશે એવી ચર્ચા હતી કે તે સરઝમીન સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે અને અભિનેત્રી તરીકે કાજોલનું નામ લેવાઈ રહ્યું છે. કરણ જે ફિલ્મ વિશે વાત કરી રહ્યો છે તે સરઝમીન છે જેનું નિર્દેશન બોમન ઈરાનીના પુત્ર કયોજ ઈરાની કરી રહ્યા છે. હવે કરણ જોહર પોતે જ ખુલાસો કરશે કે આ નામ સાચું છે કે ખોટું, જેના માટે ચાહકોએ થોડી રાહ જોવી પડશે. હાલમાં, કરણની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ મેળવી રહી છે. તો જો તમે પણ જાણતા હો તો કરી દો પોસ્ટ.