Filmfair: આજે ગુજરાત ચમકશે સિતારાઓથી, એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા

અમદાવાદઃ આજે ગુજરાતમાં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરનું ગિફ્ટસિટી આજે સિતારાઓથી ઝળહળી ઉઠશે. આ આયોજનને ધ્યાનમા રાખીને અમદાવાદ એરપોર્ટ પર VVIP માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે બોલીવૂડ સેલિબ્રિટીનો ક્રેઝ સૌ કોઈને હોય આથી તેમની સુરક્ષા વધારે અઘરી બની જાય છે.
એરપોર્ટ પર 50થી વધુ ચાર્ટડની મુવમેન્ટની શક્યતા છે. તેમાં ફિલ્મ ડિરેક્ટરો, સંગીતકારોનું ગાંધીનગરમાં આગમન થશે. પહેલીવાર ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ 2024નું આયોજન થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસથી VVIP માટે એરપોર્ટ પરના કર્મચારીઓ ભાગદોડ કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ આવનારા સેલિબ્રિટીને તકલીફ ના પડે માટે VVIP સુવિધા આપવા સ્ટાફને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત ટૂરિઝમ દ્વારા ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોનું સન્માન કરાશે. તેમાં અમદાવાદ એરપોર્ટ પર અનેક સિલિબ્રિટી આવશે. કરણ જોહર, અયુષ્યમાન ખુરાના, મનીષ પોલ હોસ્ટની ભૂમિકા કરશે. રેડ કાર્પેટ ઈવેન્ટમાં જ્હાનવી કપૂરે મહેફીલ લૂંટી હતી. મોટાભાગના ગુજરાતી સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. જોકે સૌની નજર જ્હાનવી કપૂર પર આવી અટકી હતી.
આજે વિવિધ કેટેગરી માટે એવોર્ડ આપવામાં આવશે.