સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાએ જેનો અંગૂઠો ભાંગ્યો તેણે જ ગૅબામાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન કાંગારૂઓનો ઘમંડ તોડ્યો

બ્રિસ્બેન: 24 વર્ષના ફાસ્ટ બોલર શમાર જોસેફે કરીઅરની બીજી જ ટેસ્ટમાં પગના અંગૂઠાની ગંભીર ઈજાને ભૂલીને બીજા જ દિવસે અહીંના ઐતિહાસિક ગૅબાના ગ્રાઉન્ડ પર પાછો રમવા આવ્યો અને સાત વિકેટનો તરખાટ મચાવીને ઑસ્ટ્રેલિયાને એના જ ગઢમાં પરાજિત કરીને વેસ્ટ ઇન્ડિઝને સિરીઝ 1-1થી લેવલ કરી આપી હતી. આ થ્રિલરમાં ઑસ્ટ્રેલિયાનો આઠ રનના ટૂંકા માર્જિનથી વિજય થયો હતો. ટેસ્ટના ઇતિહાસની શ્રેષ્ઠ જીતમાં યુવા ખેલાડીઓવાળી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો આ વિજય અચૂક લખાશે, કારણકે તેમણે હાલના વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર આંચકો આપ્યો છે. ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચોનો કૉન્સેપ્ટ શરૂ થયો ત્યાર પછી ઑસ્ટ્રેલિયા ક્યારેય ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ નહોતું હાર્યું અને 11-0 એનો જીત-હારનો રેશિયો હતો, પણ રવિવારે કાંગારૂઓએ એમાં પહેલી વાર હાર જોવી પડી હતી.

2003માં વેસ્ટ ઇન્ડિઝે 418/7ના હાઇએસ્ટ સ્કોરવાળા સફળ ચેઝના વર્લ્ડ રેકૉર્ડ સાથે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યાર પછી ક્યારેય એની સામે વિજય નહોતો મેળવ્યો, પણ હવે તેમની સામે ફરી જીતવાની શરૂઆત કરી દીધી છે.

શનિવારે આ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટના ત્રીજા દિવસે શમાર જોસેફ બૅટિંગમાં હતો ત્યારે મિચલ સ્ટાર્કના યૉર્કરમાં તેનો પગનો અંગૂઠો નિશાન બન્યો હતો. તેનો અંગૂઠો લગભગ તૂટી જ ગયો હતો. તે ત્રણ રનના પોતાના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો અને કૅરિબિયન ટીમનો દાવ 193 રને સમેટાઈ જતાં ઑસ્ટ્રેલિયાને 216 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. ઓપનિંગમાં કસોટી આપી રહેલો સ્ટીવ સ્મિથ (91 અણનમ, 146 બૉલ, 258 મિનિટ, એક સિક્સર, નવ ફોર) શરૂઆતથી છેક સુધી ક્રીઝ પર હતો, પરંતુ તેને કૅમેરન ગ્રીન (42 રન, 73 બૉલ, 100 મિનિટ, ચાર ફોર) સિવાય બીજા કોઈનો સાથ નહોતો મળ્યો. કારણ એ હતું કે શમાર જોસેફ અંગૂઠાની ઈજા ભૂલીને પાછો મોરચા પર આવી ગયો હતો. સ્મિથ તો એકલા હાથે લડતો રહ્યો, પરંતુ શમાર જોસેફ સામા છેડે એક પછી એક કાંગારૂને પૅવિલિયન ભેગા કરતો ગયો અને પરિણામ એ આવ્યું કે સ્મિથ 91 રન પર (નર્વસ નાઇન્ટીઝમાં) જ અટકી ગયો, 33મી સેન્ચુરી ચૂકી ગયો અને ઑસ્ટ્રેલિયા 207મા રને ઑલઆઉટ થઈ જતાં ફક્ત સાત રનના માર્જિનથી વેસ્ટ ઇન્ડિઝે યાદગાર વિજય મેળવી લીધો.

શમાર જોસેફનો શનિવારે અંગૂઠા પર બૉલ વાગ્યા પછી તે એટલો બધો નિરાશ હતો કે રડી પડ્યો હતો. જોકે જબરદસ્ત સંકલ્પ સાથે બીજા જ દિવસે મેદાન પર આવ્યો અને 68 રનમાં લીધેલી સાત વિકેટના ઐતિહાસિક પર્ફોર્મન્સ સાથે વેસ્ટ ઇન્ડિઝને એવો વિજય અપાવ્યો કે તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. વેસ્ટ ઇન્ડિઝની આ જીત ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. વેસ્ટ ઇન્ડિઝે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-જીતના બે દાયકાના દુકાળનો અંત લાવી દીધો છે. કૅરિબિયનો 1997 પછી ક્યારેય ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ નહોતા જીતી શક્યા, પરંતુ એ સિદ્ધિ નવાસવા બોલર શમાર જોસેફે વેસ્ટ ઇન્ડિઝને અપાવી છે.

કૅરિબિયન ટીમના બીજા ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફે 62 રનમાં બે અને પેસ બોલર જસ્ટિન ગ્રીવ્ઝે 46 રનમાં એક વિકેટ લીધી હતી. કીમાર રૉચને વિકેટ નહોતી મળી.

શમાર જોસેફે મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી લીધો હતો તેમ જ આખી શ્રેણીમાં કાબિલેદાદ પર્ફોર્મન્સ સાથે સેક્ધડ-બેસ્ટ 13 વિકેટ ઝડપી એ બદલ તેને મૅન ઑફ ધ સિરીઝના પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. જૉશ હૅઝલવૂડની 14 વિકેટ સિરીઝમાં સૌથી વધુ હતી. બૅટર્સમાં ઉસ્માન ખ્વાજાના 139 રન હાઇએસ્ટ હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…