ઉત્સવ

વિરોધ વિનાનો વિરોધ પક્ષ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

આપણે લોકશાહીવાળા દેશમાં છીએ એના ઘણા ફાયદા છે. જેમ કે- આપણે મહાત્મા ગાંધી સાથે સહમત થઈને સત્તાધારી પક્ષ ચલાવી પણ શકીએ અને એ જ મહાત્મા ગાંધી સાથે અસહમત થઈને વિરોધ પક્ષ પણ બનાવી શકીએ. આમ તો આ બંને વિચારધારાઓ એક જ મુખમાંથી નીકળે છે. જો કે પછી આગળ જઈને એ બંને અલગ અલગ થઈ જાય છે.

પણ ભારતીય લોકશાહીનું આ દુર્ભાગ્ય એ છે કે સત્તાધારી પાર્ટી એમના પોતાના જવાહરલાલ નેહરૂ તરત જ શોધી લે છે પણ વિપક્ષવાળાઓ એમના જયપ્રકાશ નારાયણને ખોઈને બીજા જયપ્રકાશને શોધી શકતા નથી. અને કોણ જાણે કેમ પણ સત્તાધારી પક્ષના નેતા, બળવાન બનતા જ વિપક્ષનો નેતા એટલો કમજોર થઈ જાય છે કે એ એના પગ પણ ઊભો રહી શકતો નથી. એટલે કે આપણે હજી એક આદર્શ અને મજબૂત લોકશાહીની રાહ જોઈ રહ્યા છીએ જેમાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એમ બંનેના નેતાઓ એક સરખા મજબૂત અને શક્તિશાળી હોય! કાશ…
હાલમાં વિરોધપક્ષના તંબૂઓની સૌથી મોટી સમસ્યા એ છે કે એમને લાકડાં નથી મળી રહ્યા જેના પર તેઓ તંબૂ ઊભા કરી શકે. દરેક લાકડામાં ઉધઈ લાગી ગઈ છે એટલે ડર છે કે ક્યાંક તંબૂ બાંધતી વખતે જ એ પડી ન જાય! બધાં સડેલાં લાકડાઓને એક સાથે ઊભા કરવામાં આવે તો તંબૂ ઊભો થયો એવો ભ્રમ તો પેદા થાય છે પણ એવા તંબૂ પર લોકો ભરોસો ના કરે, જે તંબૂમાં એક લાકડું ૩૯;આયારામ૩૯; અને બીજું લાકડું ૩૯; ગયારામ૩૯; – જેવા પાટલીબદલુ હોય એના પર આમ પણ ભરોસો કરી શકાય નહીં. અને કેટલાક તો એવા પણ છે જેઓ સત્તાધારી પક્ષ તરફથી ગાજર હલાવવામાં આવે કે લાળ ટપકાવતા એની તરફ મોં ફેરવી લે છે.

કેટલાક નેતાઓ બહુ લુચ્ચા અને નબળા છે જેઓ બીજે ક્યાંય જગ્યા ન મળે એટલે વિરોધ પક્ષની પંગતમાં આવીને ધરાર બેસી જાય છે.

આજકાલ પરિસ્થિતિ એવી છે બધાં જ વિરોધી પક્ષો, બી.જે.પી.ની તરફ મીટ માંડીને બેઠા છે. જેવી બી.જે.પી કોઇ ભૂલ કરે કે તરત જ એ બધા નિવેદન આપવા તૈયાર તૈનાત બેઠા છે. આ બી.જે.પી. વિરોધીઓને નિવેદન આપવાનું કોઈ કારણ નહીં મળે તો એ દિવસે એ લોકો શું કરશે?

હવે ડર એ વાતનો લાગે છે કે ક્યાંક વિરોધ પક્ષ જ બી.જે.પીનું સમર્થન ન કરવા માંડે? એવામાં આ દુનિયાનો એકમાત્ર એવો વિરોધ પક્ષ હશે જે સરકારની સાથે હશે, પણ વિરોધ પક્ષ તરીકે નહીં, હોં!
સવાલ એ છે કે વિરોધ’ આખરે શું હોય છે? એના મૂળમાં કોઈ એક નેતા હોય છે કે પછી બસ આ એક ખાલી ફિલોસોફી છે. જ્યારે વિરોધ પ્રદર્શન જ ન હોય તો વિરોધી પક્ષનો નેતા શું કરશે? અરે, આખે આખો વિરોધ પક્ષ જ કરશે શું?

હવે ફિલોસોફી માત્ર પદ અને ખુરશીની રહી ગઇ છે. જ્યારે ૧૯૫૦-૬૦ના દાયકામાં મહાત્મા ગાંધી પક્ષ અને વિપક્ષના મૂળમાં હતા ત્યારે સરકારમાં જવાહરલાલ નેહરૂ અને વિરોધ પક્ષમાં જયપ્રકાશ કે લોહિયા હતા, પણ હવે ચૂંટણીનો પડકાર છે, જીતવાના સંકલ્પો છે, ધ્યેય ફખ્ત ખુરશી મેળવવાનો છે તો પછી જેવો પક્ષ- એવો વિપક્ષ! બેઉની જ્યારે ખુરશી પ જ નજર હોય તો લોકો શું કરે?

તંબૂને લાકડાં નથી મળી રહ્યા, પણ હકીકતમાં લાકડું છે શું? લાકડું એ કોઈ ફિલોસોફી છે, જેના પર વિપક્ષ ઊભો રહે છે અથવા કોઈ મોટો નેતા હોય- જેના પર વિપક્ષ એમની આશાઓ બાંધે છે. બાકી બરોબર વિરોધ જ ના થઇ શકે તો વિરોધ પક્ષ શું કામનો?!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…