ઉત્સવ

ઈન્સ્ટાગ્રામ બાર બાર દેખો.. હઝાર બાર દેખો

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

અયોધ્યામાં આસ્થાના ઘુઘવાતા દરિયા જેવા માહોલમાં રામમંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા થઈ ગઈ. એમાં ફિલ્મી સિતારાઓથી લઈને યુટ્યુબર્સ સુધીના લોકોએ એક અતુલ્ય અને અલૌકિક ઘટનાને પ્રત્યક્ષ રીતે માણી. જો કે, રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના સાક્ષી રહેલા સેલેબ્સે આ ક્ષણને કાયમી ધોરણે સાચવી રાખવા પોતાના મસ્ત ફોટો ‘ઈન્સ્ટાગ્રામ’ પર અપલોડ કરી દીધા. જેની નોંધ વિશ્ર્વભરના માધ્યમોએ એક અલગ રીતે લીધી. પ્રાણ-પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ થયું એ સમયથી અયોધ્યાના અદ્ભુત દ્રશ્યો ઈન્ટરનેટની દુનિયામાં એવા છવાઈ ગયા કે, સતત ૭૨ કલાક સુધી હેશટેગ અને રામમંદિરનું સર્ચ એક માઈલસ્ટોન બની ગયું. ડિજિટલની દુનિયામાં આને પણ રામકૃપા જ કહી શકાય. શ્રદ્ધાની સોડમ ને દરેક મન જાણે ઉપવન બન્યું હોય એવો આખો માહોલ હતો. જો કે, ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી જે ટ્રેન્ડ થતું રહ્યું એ છે રામ. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામે આ ચાર દિવસ દરમિયાન રામમંદિરને લગતા ટેગને ડાયરેક્ટ સજેશનમાં સેટ કરી દીધા એટલે વધારે ટાઈપ કરવા જવાની જરૂર ન પડે.

જો કે આપણે વાત આજે ફોટોથી ઊભરાતી દુનિયા જે છે એની કરવી છે… યસ, ઈન્સ્ટાગ્રામ. આ એક એવી એપ્લિકેશન છે, જેને કોઈ ચોક્ક્સ વ્યાખ્યા આપવાની જરૂર નથી અને એનું સરનામું પણ કોઈને કહેવું પડે એમ નથી. ફોટો રસિકોનું ડિજિટલ કેન્દ્ર એટલે ઈન્સ્ટાગ્રામ. એમાં પણ ટિકટોક ડિજિટલ સ્ટ્રાઈકનો શિકાર થયા બાદ યુદ્ધના ધોરણે યુટ્યુબમાં શોટ અને ઈન્સ્ટામાં રિલ્સ શરૂ થઈ ગઈ, જેને કોરોનાકાળનો મુખ્ય મનોરંજક ક્લાઉન કહેવામાં ખોટું નથી. ફેસબુકમાં મેમરીઝ આવે એટલે જૂના દિવસો વર્તમાનમાં તાજા થઈ જાય. વર્તમાનમાં નજર રાખીને ભૂતકાળમાં એક ડોકીયું કરીએ તો એક રહસ્ય અને પુરાવાઓનું વિશ્ર્વ જ્ઞાન સપાટીને વધારે છલકાવી દે છે.

ઈન્સ્ટાગ્રામ બનાવવાનો વિચાર ૨૦૦૯-ઓક્ટોબરમાં આવ્યો, જ્યારે કમ્પ્યુટર પ્રોગ્રામર કેવિન સિસ્ટ્રોમે ‘બર્ન’ નામની લોકેશન-આધારિત એપ પર કામ કરવાનું શરૂ કર્યું. માર્ચ ૨૦૧૦ માં, કામ કરતી વખતે એણે બેઝલાઇન વેન્ચર્સ અને એન્ડ્રીસેન હોરોવિટ્ઝ નામની અમેરિકન ફર્મ પાસેથી ફંડ પેટે ૫૦૦,૦૦૦ ડોલર મેળવ્યા, જે ઈન્સ્ટાગ્રામના સર્જન માટે ઉપયોગી પુરવાર થયા. પછી તો કેટલાય નાના-મોટા ટેસ્ટિંગ અને ટ્વિસ્ટ વચ્ચે એપ્લિકેશન ફોર્મેટ એવી રીતે અમલમાં આવ્યું જાણે ગૂગલના થ્રેડ.

પ્રથમ Instagram પોસ્ટ ૧૬ જુલાઈ, ૨૦૧૦ ના રોજ કેવિન સિસ્ટ્રોમ દ્વારા બનાવવામાં આવી હતી, પ્લેટફોર્મ સાર્વજનિક થવાના થોડા મહિના પહેલા. ઑક્ટોબર ૬, ૨૦૧૦ ના રોજ, તેણે, માઈક ક્રિગર સાથે, સાર્વજનિક પ્લેટફોર્મ પર ફક્ત iOS-એપ તરીકે ઈન્સ્ટાગ્રામ શરૂ કર્યું.

એપ તેના લોન્ચિંગના દિવસે લગભગ ૨૫,૦૦૦ વપરાશકર્તાઓ સુધી પહોંચી અને તેના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં, તેના ૧,૦૦,૦૦૦ થી વધુ ડાઉનલોડ્સ થયા.

આટલી વાત જાણ્યા બાદ એક સવાલ થવો સ્વાભાવિક છે કે, આવું અત્યારે કેમ? જવાબ: એટલા માટે કારણ કે, ઈન્સ્ટાગ્રામ એક નવું ફીચર લાવી રહ્યું છે. શું અને કેવું તથા કેવી રીતે? આનો જવાબ હાલ તો કોઈ પાસે નથી,  પણ એટલી ખબર છે કે, નવા ફીચરમાં ફોટો તથા વીડિયોની અત્યારની સ્થિતિને તે એક અલગ ઊંચાઈએ લઈ જશે. એમાં એઆઈ (AI) નો સ્પર્શ હજુ લાગવાનો બાકી છે, પણ ડીપફેક જેવી શિકારી પ્રવૃત્તિઓ ન થાય એ માટે હજુ આ નવું ફીચર રોલઆઉટ નથી કર્યું. ટેક્સ્ટ કોન્ટેન્ટને સાવ ઝીરો ન કરી શકાય એટલા માટે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન ફોર્મેટ પછીથી શરૂ થઈ હતી. એપ્રિલ ૨૦૧૨માં, એપને એન્ડ્રોઇડ ફોન્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમય દરમિયાન ફેસબુકે ઇન્સ્ટાગ્રામને વેચાતું લઈ લીધું.

મે ૨૦૧૩ માં, ટેગિંગની રજૂઆત કરવામાં આવી હતી. આ ફીચરથી યુઝર્સને એમના મિત્રો અને પરિવારના સભ્યોને શેર કરેલા ફોટામાં ટેગ કરવાનું સરળ બનાવ્યું છે. ૨૦૧૪ માં, ઇન્સ્ટાગ્રામ તેના વપરાશકર્તાઓને પ્લેટફોર્મ પર વીડિઓ શેર કરવાનો વિકલ્પ લોંચ કર્યો. હવે નવું શું આવે છે એના પર એક આછેરી ઝલક જોઈએ. ટ્રાફિક એંગ્જમેન્ટ માટે હેશટેગથી પેજિંગ બનવાનું શરૂ થવાનું છે. આ માટે હાલ કેટલાક અંશે પ્રોગ્રામિંગ થઈ રહ્યું છે. બીજી તરફ ,લાઈવ ફોટો ક્લિકનો ઓપ્શન આવી રહ્યો છે. જે રીતે વોટ્સએપમાં થઈ રહ્યું છે. ઈન્સ્ટાગ્રામની હેડ ઓફિસ મેનલો પાર્કમાં છે, જે કેલિફોર્નિયામાં છે. હવે ગ્રૂપ અને ફેમિલી એપને લઈ કોઈ મોટું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત લોકેશન ઓટોમેટેડ કેપ્શન આવી રહ્યું છે. જેમાં લોકેશન ઓન કરતા જ એની મેળે જ જે તે લોકેશન અંગ્રેજી અક્ષર સાથે લોક થઈ જશે. આ ઉપરાંત એક માર્કેટ પ્લેસ કરીને આવી રહ્યું છે. એક રિપોર્ટ એવું કહે છે કે, માર્કેટ પ્લેસમાંથી કંઈક નવું આવી રહ્યું છે,જેમાં કોઈ બિઝનેસ પેજ માટે કંઈક મોટું ઓપ્શન મળવા પાત્ર છે એવા એંધાણ છે.

પ્રોફાઈલ પોર્ટફોલિયો સાથે ક્નેક્ટ કરી શકાય એવા પણ ફીચર આવી રહ્યા છે. એમાં પ્રોફાઈલને સરળતાથી લીંક કરી શકાશે. આ ઉપરાંત સ્ટોરીમાં લીંકનો ઓપ્શન પણ આવી રહ્યો છે.
જો કે, આ વસ્તુઓ કેવી રીતે રોલઆઉટ થઈ રહી છે એના પર ટેકનોક્રેટનું ફોક્સ રહેલું છે. લેટ્સ સી કે, ક્યા નવા લોગોને ઓપ્શન સાથે નવી સવલત મળી રહી છે.
આઉટ ઓફ ધ બોક્સ

કંઈક નવું દિમાગમાં નાખવા માટે જૂનું ને નક્કામું ખાલી કરવું પડે. સતત શીખવાની વૃત્તિ કાયમી ધોરણે પોતામાં કંઈક નવું રોપીને જાય છે. બસ, આપણે એનું જતન અને ખેડાણ કરતા રહેવું પડે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત