ઉત્સવ

ડૉ. વસંત ગોવારીકર એક અનોખા સ્પેસ સાયન્ટીસ્ટ

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

ગમે તે કહો પણ દક્ષિણ ભારતની ભૂમિ રોકેટશાસ્ત્રની ભૂમિ છે જ્યાં હનુમાનજી, વાલી, સુગ્રીવ, લંકાપતિ રાવણ અને ટીપૂ સુલતાન જેવા મહારથીઓ-રાજાઓ થયાં. કહે છે કે કૃષ્ણના પુત્રો પ્રદ્યુમ્ન વગેરેએ પ્રથમ રોકેટો બનાવ્યાં હતાં. તે ગુજરાતની ભૂમિ છે. ટીપૂ સુલતાને શક્તિશાળી રોકેટો બનાવ્યો હતાં અને અંગ્રેજોને પરેશાન કરી નાખ્યા હતા. ટીપૂ સુલતાન લડાઈ હારી ગયો અને માર્યો ગયો, કારણ કે એક જ્યોતિષશાસ્ત્રીએ તેને કહ્યું કે આપણે દિવસે ૪ વાગ્યે અંગ્રેજો પર ચઢાઈ કરીશું તો જરૂર જીતી જશું, પણ અંગ્રેજોએ દિવસે બાર વાગ્યે મૈસૂર પર ચઢાઈ કરી ટીપૂના લશ્કરને હરાવી દીધું અને ટીપૂ માર્યો ગયો કેમ કે ટીપૂની લડાઈ કરવાની તૈયાર ન હતી. અંગ્રેજો માનવા તૈયાર ન હતા કે શક્તિશાળી ટીપૂ માર્યો ગયો છે. કહે છે કે ટીપૂ બે ય હાથે તલવારથી લડી શકતો. એની તલવાર પણ કેવી હતી કે જેને મારે તેના બે કટકા થઈ જાય. તે વાઘ સાથે લડી શકતો અને વાઘને મારી શકતો. ટીપૂને નેપોલિયન સાથે વ્યવહાર હતો. મરાઠાઓ તેની મદદે આવ્યા ન હતાં. તેનું ભોજન પણ જબ્બરું હતું. જ્યારે ટીપૂ મરાયો ત્યારે તેના શબ પાસે જતાં અંગ્રેજ સરદારો ડરતા હતા એટલો બળવાન હતો.

કોનાર્કના સન ટેમ્પલનો વાસ્તુશાસ્ત્રી મહાન હતો. તેને કોનાર્કનું મંદિર બનાવ્યું. આખું મંદિર તૈયાર હતું માત્ર તેનો ગર્ભભાગ બનાવવાનો હતો અને ઓડીસાના રાજાને એક જ્યોતિષશાસ્ત્રીએ કહ્યું કે સૂર્ય મંદિર છ મહિનામાં બનાવી નાખો નહીં તો તમે રાજ્ય ખોઈ બેસશો. રાજા નરસીવર્મને સ્થપતિને બોલાવી હુકમ કર્યો કે મંદિરનું ગર્ભગૃહ છ મહિનામાં તૈયાર થઈ જાય. સ્થપતિએ કહ્યું મહારાજ મંદિર એટલું સરસ બન્યું છે હવે માત્ર ગર્ભગૃહ બાકી છે, તેને મજબૂત રીતે બનતા એક વર્ષ લાગશે. આ મંદિર સદીઓ સુધી ટકશે. તેનું ગર્ભગૃહ પણ તેટલું જ મજબૂત બનાવવું રહ્યું. રાજા કહે નહીં તેને છ મહિનામાં બનાવી નાંખો. સ્થપતિ કહે એ મારાથી નહીં બને. મારી કોઈ જવાબદારી છે. મારું નામ મારે બગાડવું નથી. રાજા માન્યા નહીં સ્થપતિએ રાજીનામું આપ્યું. રાજાએ બીજા લેભાગુ સ્થપતિને નીમ્યો. આજે જુઓ છો આખું મંદિર સરસ ઊભું છે. તેનો આકાર સૂર્યરથનો છે. તેમાં કાલચક્રો છે પણ મંદિરનું ગર્ભગૃહ તૂટી પડેલું છે. આમ જ્યોતિષીઓએ ઘણી ખાનાખરાબી કરી છે. જ્યોતિષમાં કેટલું માનવું તેનો વિચાર કરવો પડે.

આપણે દક્ષિણ ભારત અને રોકેટની વાત કરતાં હતાં અને ઇસરોના વરિષ્ઠ વિજ્ઞાની ગોવારીકર સાહેબની વાત કરતા હતા.

ગોવારીસાહેબનો જન્મ ૧૯૩૩ના માર્ચની ૨૫ તારીખે પુણેમાં થયો હતો અને તેનું નિર્વાણ ૨૦૧૫ના જાન્યુઆરી મહિનાની ૨ તારીખે થયું હતું. તે ભારતના પ્રથમ સ્પેશ સાયન્ટીસ્ટ હતા. તેઓ ઈન્ડિયન સ્પેશ ઓર્ગેનાઈઝેશન (ઇસરો)ના ડિરેક્ટર હતા. થૂંબાના વિક્રમ સારાભાઈ સ્પેશ સ્ટેશનના ડિરેક્ટર હતા. તે વખતે જ એ. પી. જે. અબ્દુલ કલામે SLV-3 અંતરીક્ષમાં છોડ્યું હતું. SLV-3 અંતરીક્ષમાં છોડ્યા પછી તરત જ થોડા દિવસ પછી ગોવારીકર સાહેબ અને કલામ સાહેબ અમારા પ્લેનેટેરિયમમાં વ્યાખ્યાન આપવા આવેલા. તેઓ વડા પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર હતા. તેઓ એ દિલ્હીમાં સુપર કોમ્પ્યુટરની મદદથી ભારતના હવામાનશાસ્ત્રની આગાહી કેવી રીતે સાચી પડે તે માટે પ્રોજેક્ટ વિકસાવ્યો હતો. તે હવામાનશાસ્ત્રના બધાં જ પેરામીટરને આવરતો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ભારતના હવામાનશાસ્ત્ર વિષેની આગાહીઓ કરવામાં ભારતનું હવામાનશાસ્ત્ર ઘણું સક્ષમ બન્યું છે. એ પહેલા લોકો હવામાનશાસ્ત્ર જે આગાહી કરતું તેની ટીખળ ઉડાવતા હતા. જ્યારે હવામાનશાસ્ત્ર જાહેર કરે કે વરસાદ આવશે તે પૂરા સપ્તાહમાં વરસાદ આવતો નહીં અને જ્યારે હવામાનશાસ્ત્ર આગાહી કરે કે આકાશ સ્વચ્છ રહેશે ત્યારે ધોધમાર વરસાદ વરસતો. તેથી લોકો માનતાં કે ભારતનું હવામાનશાસ્ત્ર જે આગાહી કરે તેનાથી ઊલટું થશે એમ સમજવું. ગોવારીકર સાહેબની હવામાનશાસ્ત્રની કામગીરીને લીધે હવે ભારતના હવામાનશાસ્ત્રની આગાહી મહદ્અંશે સાચી પડે છે. ૯૯ ટકા સાચી પડે છે. તે ગોવારીકર સાહેબનું વિજ્ઞાનમાં યોગદાન છે. તેઓ તેમના મોન્સૂનની આગાહી કરતા મોડેલ માટે વિખ્યાત છે.

મહારાષ્ટ્રમાંથી બે સ્પેશ સાયન્ટીસ આવ્યા એક ડૉ. વસંત ગોવારીકર અને બીજા કાળે સાહેબ.

ગોવારીકર સાહેબે તેમની શાલેય અને ગ્રેજ્યુએશનનું ભણતર કોલ્હાપુરમાં કરેલું અને પછી ૧૯૫૦ના દાયકામાં ઇંગ્લેન્ડ ભણવા ગયા હતા. તેઓએ તેમની M.Sc. અને Ph.D.ની ડિગ્રીઓ કેમિકલ ઇન્જિનિયરિંગમાં લીધી હતી. તેમના Ph.D. ના સુપરવાઈઝર વિખ્યાત કેમિકલ ઇન્જિનિયર એફ. એમ. ગાર્નર હતા. તેમની અને ગાર્નરની થીઅરી વિખ્યાત છે. તેમની થીઅરી ગટલી અને પદાર્થનું રૂપાંતર ઘન પદાર્થ અને પ્રવાહી વચ્ચે કેવી રીતે થાય છે તેના પૃથક્કરણ વિશે હતી.

ગોવારીકર સાહેબ ઈસરોની સ્થાપના થઈ ત્યારથી વિક્રમ સારાભાઈ સાથે સ્પેશ સાયન્સ ક્ષેત્રે જોડાયા હતા. તે ૧૯૭૯ થી ૧૯૮૫ સુધી વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટરના ડિરેક્ટર તરીકે ભારતની સેવા કરી. તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી પદે રહ્યા હતા. પછી તેઓ તેમની કર્મભૂમિ પુણેની યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર થયા હતા. બે ટર્મ તેઓ વાઈસ-ચાન્સેલર રહ્યા. તેમના એ પદે પૂના યુનિવર્સિટીનો ઘણો વિકાસ થયો. તેઓ સાથે સાથે મરાઠી વિજ્ઞાન પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા. તેઓ જ્યારે મરાઠી વિજ્ઞાન પરિષદના પ્રમુખ હતા ત્યારે અને મરાઠી વિજ્ઞાન પરિષદના પ્રતિષ્ઠિત શ્રીમતી મનોરમાબાઈ આપ્ટે એવોર્ડ મળેલો. માથેરાનની વિખ્યાત સંજીવની શિક્ષણ સંસ્થાએ માથેરાનમાં તેમના કોમ્પ્લેક્ષમાં ખગોળવિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરેલી ત્યારે ગોવારીકર સાહેબ અને હું લગભગ અડધો દિવસે સાથે હતા. મેં એ કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલું અને તેઓ એ ફંકશનના પ્રમુખ તરીકે પધારેલા. તેમની સરખામણીમાં હું તો નાનો સાયન્ટીસ્ટ ગણાવ પણ મને તેમણે વધારે આગળ કરેલો અને મોટીવેટ કરેલો. એવા વિશાળ હૃદયના તેઓ વિજ્ઞાની હતા.

તેમના માર્ગદર્શન નીચે ફર્ટિલાઈઝર એન્સાયક્લોપીડિયા તૈયાર થયું છે. તેમાં ૪૫૦૦ ફર્ટિલાઈઝરના રાસાયણિક પદાર્થના સંશોધનની વાત છે. આ ફર્ટિલાઈઝર કેવી રીતે બનાવવા અને તેની એપ્લિકેશન ક્યાં થાય જેથી એન્વાયરોન્મેન્ટલ અને ઈકોનોમિક્સનો અભ્યાસ થયો છે અને તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાર્ય કૃષિ વિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રને આશીર્વાદરૂપ છે. તેમને ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલાં છે. તે પદ્મભૂષણ હતા. આવા વિરલ વિજ્ઞાની તેઓ હતા. ઈસરોના ઉચ્ચપદે બિરાજમાન એક મહારાષ્ટ્રના સ્પેશ સાયન્ટીસ્ટ હતા. કલામ સાહેબ તેમની સાથે વિક્રમ સારાભાઈ સ્પેશ સ્ટેશનમાં કામ કરતા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત