આપણું ગુજરાત

ગોધરા રમખાણોનો બદલો લેવા હથિયાર મંગાવનાર મહિલા ૧૮ વર્ષ બાદ ઝડપાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી હુલ્લડની એક મહિલા આરોપી ૧૮ વર્ષ બાદ ગુજરાત એટીએસએ ઝડપી લીધી હતી. ૧૮ વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી અંજુમ કુરૈશીને આખરે પકડી લેવામાં ગુજરાત એટીએસને સફળતામળી હતી. એટીએસએ અમદાવાદના વટવા ખાતેથી અંજુમ કુરેશી ઉર્ફે અંજુમ કાનપુરીના એક ઘરમાંથી ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોનો બદલો લેવા કુરૈશી દંપતીએ વર્ષ ૨૦૦૫ ના વર્ષમાં લોકો પાસેથી ૫૦ હજાર રૂપિયા એકઠા કર્યા હતા, અને તેઓએ ઉત્તર પ્રદેશમાંથી બંદૂકો અને કારતૂસ ખરીદવા માટે ગુલામ રબ્બાની શેખને આપ્યા હતા. આ ચારેય લોકોની ૨૦૦૫માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ૧૦ દેશી બંદૂકો તેમજ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૦૫માં આર્મ્સ એક્ટ હેઠળ અંજુમ કુરેશી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ અંજુમને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અંજુમ કુરૈશીના પતિ ફિરોઝ કાનપુરીનું વર્ષ ૨૦૦૯ માં મોત થયુ હતું, જે પણ આ કેસમાં આરોપી છે. કુરૈશી દંપતીએ ઉત્તર પ્રદેશમાં ગુલામ રબ્બાની શેખને હથિયાર ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. આ ચારેયની વર્ષ ૨૦૦૫ માં ધરપકડમાં આવી હતી. તેમની પાસેથી હથિયારો જપ્ત કરાયા હતા. જેઓએ કબૂલાત કરી હતી કે, અંજુમ અને તેના પતિએ હથિયારો મંગાવ્યા હતા. ગુલામ રબ્બાની શેખે અમદાવાદના વારિસને હથિયારો પહોંચાડ્યાં હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button