આપણું ગુજરાત

ગુજરાતમાં બે દિવસ ફિલ્મફેર અવોર્ડ્સનું આયોજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં બે દિવસ માટે ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલી વખત છે જ્યારે રાજ્યમાં ફિલ્મફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શનિવારે ટેક્નિકલ એવોર્ડ્સ અને ફેશન શો તથા મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં પહેલીવાર યોજાનારા ફિલ્મફેર એવોર્ડની મેગા ઈવેન્ટ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. જેના માટે સ્ટેજથી લઈ કલાકારોની રિહર્સલ પણ ગાંધીનગરમાં શરૂ થઈ છે. જેમાં શનિવારની સાંજે મહાત્મા મંદિરમાં ફેશન શો અને મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો. જેમાં કરણ જોહર, આયુષ્માન ખુરાનાથી લઈ મનીષ પોલ, જહાન્વી કપૂર જેવા સ્ટાર હાજર રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના માટે ગાંધીનગરની વિવિધ હોટેલમાં બુકિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ૨૮ જાન્યુઆરીના ગિફ્ટ સિટીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેના માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે વિવિધ સ્ટાર પણ ગાંધીનગર પહોંચવાની શરૂઆત થઈ રહી છે. ફિલ્મફેર અવોર્ડ્સને લઈ તૈયારીઓ પૂરજોશમાં ભવ્ય અને વિશાળ સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાન્હવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન પરફોર્મન્સ આપશે, જ્યારે કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલની ત્રિપુટી દ્વારા સેરમેનીને હોસ્ટ કરવામાં આવશે. જ્યારે અમિતાભ બચ્ચથી લઈ શાહરૂખ ખાન જેવા કલાકારો હાજર રહેશે નહીં તેવી પણ વિગતો સામે આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે