સારા એરપોર્ટ દેખાઈ એવા લૂકમાં કે ફેન્સે કહ્યું…
સારા અલી ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક ઊંચુ મકામ હાંસિલ કર્યું છે. જ્યાં પણ સારા હોય ત્યાંના સારા કા સારા માહોલ જ એકદમ ખુશનુમા થઈ જાય છે. આ જ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે આવેલા જ્યોતિર્લિંગના દર્શન કરવા પહોંચીને સારાએ ફેન્સને ચોંકાવી દીધા હતા તો અઠવાડિયાના અંતમાં મુંબઈ એરપોર્ટ પર એકદમ હટકે લૂકમાં પોઝ આપીને તેણે લાઈમલાઈટ મેળવી હતી. દર વખતની જેમ એરપોર્ટ સારા એકદમ શાનદાર અંદાજમાં જોવા મળી હતી અને તેણે પેપરાઝીને પેટ ભરીને પોઝ આપ્યા હતા અને સ્માઈલ સાથે બાય કહ્યું હતું.
સોશિયલ મીડિયા પર સારાના આ અનોખા લૂકના ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. સારા તેની સુંદર અને બબલી સ્ટાઈલ માટે જાણીતી છે અને તે તેના ખાસ નમસ્તે પોઝ માટે પણ પેપરાઝીઓમાં લોકપ્રિય છે. આજે એટલે કે શનિવારે સારા અલી ખાન એરપોર્ટ પર જોવા મળી હતી અને હંમેશની જેમ જ સારાએ એકદમ આકર્ષક લાગી રહી હતી, પણ આ વખતે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેનું પર્સ… ફેન્સ તેના પર્સ પરથી નજર હટાવી શક્યા નહોતા.
સારા અલી ખાનનો આ લુક જોઈને ફેન્સ પણ એકદમ ખુશ થઈ ગયા હતા અને તેનો આ લૂક સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ ગયો હતો. ફેન્સ તેના આ ફોટો જોઈને કમેન્ટ કરી રહ્યા છે કે સારા કેટલી ક્યુટ લાગી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સારા અલી ખાને સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ એવરેજ સાબિત થઈ. અત્યાર સુધી તેણે અતરંગી રે, લવઆજકલ 2 થી સિમ્બા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લી વખત મોટા પડદા પર વિકી કૌશલ સાથે ફિલ્મ ‘ઝરા હટકે જરા બચકે’માં જોવા મળી હતી અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. અત્યારે સારાના હાથમાં બે-ત્રણ પ્રોજેક્ટ છે અને ટૂંક સમયમાં જ તે ફરી મોટા પડદા પર કામ કરતી જોવા મળશે.