શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 25.5 લાખની ઠગાઈ
થાણે: ભારત અને અમેરિકાના શૅર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 25.5 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ થાણે પોલીસમાં નોંધાઈ હતી.
થાણેની એક હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા વિજય મુગલીકરે આ પ્રકરણે વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ પોતાની ઓળખ પ્રોફેસર સૌરભ મુખર્જી તરીકે આપી હતી. મુખર્જીએ ફરિયાદીને તેમના ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપ સાથે જોડાવા સમજાવ્યું હતું.
ભારત અને અમેરિકાના શૅર્સમાં રોકાણ કરવાથી આકર્ષક વળતર મેળવવાની આશાએ મુગલીકરે 26 ડિસેમ્બર, 2023થી 17 જાન્યુઆરી, 2024 દરમિયાન 25.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે બાદમાં ફરિયાદીને નાણાં પાછાં મળ્યાં નહોતાં.
આરોપી જવાબ આપવાનું ટાળવા લાગતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદીના ધ્યાનમાં આવ્યું હતું.
ગલીકરની ફરિયાદને આધારે વાગળે એસ્ટેટ પોલીસે મુખર્જી સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)