બર્થ ડે બૉય બૉબીને Bobby Deol જન્મદિવસે મળી આ ભેટ, ફેન્સની થઈ ગઈ પાર્ટી
મુંબઈઃ બૉબી દેઓલ આજે તેનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે. એનિમલનો અબરાર વિલનના રોલ કરી છવાઈ ગયો છે ત્યારે આજે તેના જન્મદિવસે ફરી તેનો એક ખુંખાર ચહેરો જોવા મળ્યા છે. ના…ના…બૉબીએ રિયલ લાઈફમાં કોઈ ગુંડાગીરી નથી કરી, પણ જન્મદિવસના પ્રસંગે તેની આગામી ફિલ્મના નિર્માતાઓએ તેને જે ભેટ આપી છે તે જોઈને તમને ડર લાગવા માંડે તો નવાઈ નહીં.
તેની આગામી ફિલ્મ કંગુવાના નિર્માતાઓએ અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પોસ્ટરમાં બોબી દેઓલનો ભયાનક અને ખતરનાક લુક જોઈ શકાય છે. બોબી દેઓલની કંગુવા વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. કંગુવામાં બોબી દેઓલ ફિલ્મ એનિમલ બાદ ફરી એકવાર વિલનની ભૂમિકામાં ચમકવા જઈ રહ્યો છે. કંગુવાના નિર્માતાઓએ બોબી દેઓલનું પોસ્ટર શેર કરીને દરેકને ફરી ચોંકાવ્યા છે.
કાંગુવામાં ઉધીરન કોણ છે? આખરે આ રહસ્યનો પર્દાફાશ થયો છે. બોબી દેઓલના 55માં જન્મદિવસ પર, નિર્માતાઓએ આખરે ખુલાસો કર્યો છે કે તે બોબી દેઓલ જ છે જે ‘શક્તિ’ ઉધીરનનું પાત્ર ભજવશે. તેણે ફિલ્મના અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ શેર કર્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એનિમલ પછી, અમે બોબી દેઓલને ફરી એકવાર વિલનની ભૂમિકામાં દર્શકો જોશે.
પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે, ‘ક્રૂર, પાવરફુલ, અનફર્ગેટેબલ.’ નિર્માતાઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોબી દેઓલનું પોસ્ટર પણ શેર કર્યું છે.
સૂર્યા, બોબી દેઓલ અને દિશા પટણી ઉપરાંત આ ફિલ્મમાં જગપતિ બાબુ, યોગી બાબુ, રેડિન કિંગ્સલે, કેએસ રવિકુમાર અને અન્ય ઘણા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. બોબી દેઓલ અને દિશા પટણી કંગુવાથી તમિલમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ એક ફેન્ટસી ડ્રામા છે અને સાઉથની ફિલ્મોની જેમ લાર્જ ધેન લાઈફ કેરેક્ટર્સ જોવા મળે તેમ આ એક પોસ્ટરથી જોવા મળી રહ્યું છે. વિલન તરીકે બોબીની ફેન ફોલોઈંગ વધી રહી છે ત્યારે તેનુ આ પોસ્ટર તેના ફેન્સ માટે બર્થ ડે પાર્ટી જેવું છે.