આમચી મુંબઈ

મેં ઉઠીને જોયું ત્યારે…21 વર્ષીય યુવતીનો ઈન્સ્ટા ફ્રેન્ડ સાથેનો બિહામણો અનુભવ દરેક માટે એલર્ટ બટન જેવો છે

મુંબઈઃ ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુક કે ટિંડર જેવી સાઈટ પર મિત્રો બનેલા બે જણ મળે અને એકબીજાને વ્યક્તિગત રીતે ઓળખે તો કંઈ ખોટી વાત નથી, પરંતુ બરાબર ઓળખ્યા વિના એકબીજા પર ભરોસો કરી લે અને એક વ્યક્તિ આ ભરોસાનો ખોટો લાભ ઊઠાવે ત્યારે દરેકે સાવધ થઈ જવાની જરૂર છે. એક યુવતીએ પનીશમાયરેપિસ્ટ નામે ઈન્સ્ટા અકાઉટ ખોલી પોતાની સાથે થયેલા ભયાનક અનુભવ વિશે વાત કરી છે અને પોતાને ન્યાય મળે તેવી માગણી કરી છે. આ યુવતીએ લખેલી પોસ્ટ અનુસાર તે હીતીક શાહ નામના એક યુવક સાથે ઈન્સ્ટાના માધ્યમથી મિત્ર બની હતી. બન્ને અગાઉ બે-ચાર વાર મળ્યા હતા. તે બાદ બન્નેએ મુંબઈમાં એક પાર્ટીમાં જવાનું નક્કી કર્યું હતું.

યુવતીના જણાવ્યા અનુસાર બે ત્રણ ટકીલાના શૉટ્સ પીધા બાદ તેને શું થયું તે તેને ખાસ યાદ નથી. તેણે ડ્રીંક લીધું હતું અને તેના આક્ષેપ અનુસાર ડ્રીંકમા ડ્રગ ભેળવી દેવામાં આવ્યું હતું. આ બાદ તે જ્યારે ઉઠી ત્યારે પેલો યુવક તેનો બળાત્કાર કરી રહ્યો હતો અને તે તેના કોઈ મિત્રના ઘરે હતી. તેણે છૂટવાનો પ્રયાસ કર્યો તો તેને માર મારવામાં આવ્યો અને તેનાં મિત્રએ પણ તેને ધમકાવી. તે બાદ બન્ને ત્યાંથી પલાયન થઈ ગયા. યુવતીના શરીર પર ઉઝરડા અને ઈજાઓ થઈ હતી. તેણે તેના કઝીનને ફોન કર્યો અને તે બાદ પોલીસ ફરિયાદ પણ કરી, પરંતુ બાર દિવસ થવા છતાં હીતીકની ધરપકડ થઈ નથી. તેણે પોતાના માટે ન્યાય માગ્યો છે.

મુંબઈ પોલીસે તેમને ખાતરી આપી છે કે તેઓ ચોક્કસ તેમને ન્યાય અપાવશે. આ સાથે યુવતીએ અન્ય છોકરીઓને પણ ચેતવી છે કે તેઓ આ રીતે મિત્ર સાથે બહાર જતા પહેલા બે વાર વિચાર કરે.
જોકે વાંક અહીં માત્ર સોશિયલ મીડિયાનો જ નથી, એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિનો ભરોસો આ રીતે તોડે ત્યારે વિજ્ઞાન કે કાયદો કાનૂન પણ શું કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button