મનોરંજન

હનુમાન દાદાની વાર્તાથી પ્રેરિત ‘Monkey Man’નું ખતરનાક ટ્રેલર રિલીઝ

મુંબઈ: હજુ હમણાં જ હનુમાન આવી અને હિટ પણ થઈ ગઈ જો કે હાલના સમયમાં ભગવાનના પાક્ષો પણ ઘણી ફિલ્મો બની રહી છે. અને જો તેમાં ભગવાનના પાત્રોની મર્યાદાનું ધ્યાન રાખીને એ ફિલ્મ બનાવવામાં આવે તો ફિલ્મ હિટ થવાની શક્યતાઓ 50 ટકા વધી જાય છે.

ત્યારે ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલા અભિનેતા દેવ પટેલે દિગ્દર્શનની દુનિયામાં પગ મૂક્યો છે. અને ડાયરેક્ટર તરીકેની હનુમાન દાદાના પાત્રથી પ્રેરિત તેમની પ્રથમ ફિલ્મ ‘મંકી મેન’નું ટ્રેલર 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કર્યું હતું. દેવ પટેલે વર્ષ 2018માં જ આ ફિલ્મની જાહેરાત કરી હતી. જો કે અગાઉ એની જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મ ફક્ત નેટફ્લિક્સ પર દર્શાવવામાં આવશે પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મંકી મેન મોટા પડદા પર જ રિલીઝ થશે. ‘મંકી મેન’ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે એક રૂમમાં ઘણા યુવાનો સાથે સૂતા હોય છે. અને પછી એક અવાજ સંભળાય છે.

જો ફિલ્મની શરૂઆત આ રીતે હોય તો એ ખરેખર એક ઈન્ટ્રેસ્ટિંગ અને ઇનોવેટિવ શરૂઆત છે. મંકી મેન એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક એવા માણસની છે જે પોતાની માતાની હત્યા કરનાર અને ગરીબો પર જુલમ કરનારાઓને શોધી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં પણ ઘણી વખત હનુમાન દાદાની ઝલક જોવા મળે છે. દેવ પટેલે ‘મંકી મેન’માં એક અનામી યુવકની ભૂમિકા ભજવી છે. ટ્રેલરમાં જોરદાર એક્શન અને ફાઈટ પણ જોઈ શકાય છે.

મંકી મેનમાં શોભિતા ધુલીપાલા મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એપ્રિલ 2024માં વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મ અલગ અલગ ભાષાઓમાં પમ રિલીઝ કરવાની હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત