Aishwarya Bachchanને કારણે બચ્ચન પરિવારમાં પડ્યું ભંગાણ? Abhishekએ પોસ્ટ કરી આપી હિન્ટ…
બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ ફેમિલી ગણાતા બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાક સમયથી બધું સમુસૂતરું નથી ચાલી રહ્યું અને હવે જુનિયર બચ્ચનની એક પોસ્ટને કારણે મામલો પાછો ગરમાઈ ગયો છે. અભિષેક બચ્ચનની પોસ્ટને કારણે ઐશ્વર્યા અને તેના છુટાછેડાની વાતો ફરી ઈન્ડસ્ટ્રીમાં થવા લાગી છે. છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારની આ વહુરાણી પોતાના સાસરાને બદલે પિયરમાં માતા સાથે રહે છે.
છુટાછેડાના સમાચાર વચ્ચે પણ અનેક પ્રસંગે ઐશ્વર્યા રાય બચ્ચન બચ્ચન પરિવાર સાથે જોવા મળે છે. જોકે હવે ફરી એક વખત અભિષેકની પોસ્ટને કારણે તેમના છુટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે અને અભિષેકની આ પોસ્ટ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આવો જોઈએ અભિષેકે એવું તે શું કહ્યું છે કે લોકો એની ચર્ચા કરી રહ્યા છે.
અભિષેક બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે નિષ્ફળતાનો ડર તમારા સપનાઓનો વિનાશ કરે છે. નિષ્ફળતામાંથી શીખીને તમારા સપનાંઓ સાકાર થશે. તમારી જાણ માટે કે અભિષેકે જેવી આ પોસ્ટ શેર કરી કે તરત જ તેની પર્સનલ લાઈફની ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ છે.
જોકે, આ પહેલી વખત નથી કે અભિષેકે છુટાછેડાના સમાચાર વચ્ચે આવી પોસ્ટ કે ફોટો શેર કરી હોય. આ પહેલાં પણ અભિષેક બચ્ચન વેડિંગ રિંગ વગર દેખાયો હતો અને એ સમયે પણ તેના અને ઐશ્વર્યા રાય બચ્ચનના છુટાછેડાના સમાચાર ખૂબ જ જોરશોરથી ચાલુ થઈ ગઈ હતી અને હવે પાછી અભિષેક બચ્ચનની પોસ્ટને કારણે આ અફવાઓએ જોર પકડ્યું છે.”