નેશનલ

પ્રાણ પ્રતિષ્ઠા બાદ બદલાઈ ગઈ છે રામ લલ્લાની મૂર્તિ, મૂર્તિકાર અરૂણ યોગીરાજનું ચોંકાવનારું નિવેદન…

અયોધ્યા: આ જ અઠવાડિયાની શરૂઆતમાં અયોધ્યા ખાતે રામ લલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વિનાવિઘ્ને પાર પડ્યો હતો. ભવ્ય અને એકદમ દિવ્ય કહી શકાય એવા મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થઇ ગયા છે. 22મી જાન્યુઆરીનો દિવસ ભારતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાઈ ચૂક્યો છે.

આ સમગ્ર સમારોહ દરમિયાન દેશભરમાંથી લોકો દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ હવે રામ લલ્લાની મૂર્તિને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. મૂર્તિકાર અરુણ યોગી દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એવો દાવો કર્યો છે કે મંદિરમાં સ્થાપિત કર્યા બાદ મૂર્તિ બદલાઈ ગઈ છે, અને આ તેમણે બનાવેલી મૂર્તિ નથી.


કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી છે.જો કે તાજેતરમાં જ અરુણ યોગીરાજે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આપેલા નિવેદનથી લોકો ચોંકી ઉઠ્યા છે. યોગીરાજે જણાવ્યુ હતું કે ‘આ મેં બનાવેલી પ્રતિમા નથી’.


મૂર્તિકારના આ નિવેદન બાદ દેશભરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. પણ આજે અમે અહીંયા તમને આ દાવા પાછળની હકીકત જણાવવા જઈ રહ્યા છીએ.


અરુણ યોગીરાજે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે મેં આ વાત ગર્ભગૃહમાં મારી સાથે હાજર લોકોને પણ જણાવી હતી કે આ દૈવી ચમત્કાર છે કે બીજું કંઈક, પરંતુ મૂર્તિમાં ફેરફાર થયો છે, કારણ કે આવી મૂર્તિ તો5 મેં બનાવી જ નથી.
વાત જાણે એમ છે કે મૂર્તિકાર અરુણ યોગીરાજના નિવેદનનો અર્થ થોડો અલગ હતો. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગર્ભગૃહની બહાર મારી મૂર્તિ એકદમ અલગ જ લાગી રહી હતી પણ ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે જ મૂર્તિની આભામાં ખુબ જ ફેરફાર જોવા મળ્યા હતા અને મૂર્તિમાં જાણે ખરા અર્થમાં પ્રાણ પુરાઇ ગયા છે એવું લાગી રહ્યું છે.


આગળ વાત કરતા અરુણ યોગીરાજે એવું પણ કહ્યું હતું કે કદાચ આ મારા પૂર્વજોની 300 વર્ષની તપસ્યાનું પરિણામ છે. કદાચ ભગવાને મને આ જ હેતુ માટે પૃથ્વી પર મોકલ્યો હશે. આ જન્મમાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિ બનાવવાનું મારી કિસ્મતમાં લખાયેલું હતું. હાલમાં હું કેવી લાગણીઓમાંથી પસાર થઈ રહ્યો છું કે અનુભવી રહ્યો છું એ વર્ણવવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત