મનોરંજન

ગંગામાં ડૂબકી લગાવીને જિંદગી ટૂંકાવવાનો હતો આ સિંગર.. આ રીતે બચ્યો જીવ

કૈલાશ ખેર બોલિવૂડના પ્રખ્યાત સિંગર્સમાંના એક ગણાય છે. તેમણે તેમની અનોખી પ્રતિભાથી બોલિવૂડમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવ્યું છે. સરકારી યોજના તથા અભિયાનોમાં પણ તેમના અવાજમાં ગીતો ગવાયા છે.

હાલમાં જ સિંગર કૈલાશ ખેર નો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની કારકિર્દીના એક નબળા તબક્કાની વાત કરી હતી..વર્ષ 2006માં કૈલાશ ખેર ‘તેરી દીવાની’ ગીતથી લોકપ્રિયતા મેળવી હતી. એ પછી તેમના ઘણા આલ્બમ પણ લોકપ્રિય થયા હતા.

આમ તો તેઓ બી ટાઉન ના એક સફળ સિંગર બની ચૂક્યા હતા. એક સમય એવો પણ હતો જ્યારે તેઓ બધી બાજુએથી રિજેક્ટ થયા હતા. તેમને કામ મળી રહ્યું નહોતું અને તેઓ હતાશાથી ઘેરાઈ ચૂક્યા હતા.

તેઓ ઋષિકેશમાં હતા અને તેમને ગંગા નદીમાં ડૂબકી લગાવીને જીવન ટુંકાવી દેવાની ઇચ્છા થઈ ગઈ હતી. તેમણે ડૂબકી લગાવી પણ હતી, જો કે એક વ્યક્તિએ તેમને આત્મહત્યાનો પ્રયાસ કરતા જોઇને તેમની પાછળ કુદી પડ્યો હતો અને તેમને બચાવી લીધા હતા.

તેઓ ઋષિકેશમાં હતા અને તેમને ગંગા નદીમાં ડૂબકી લગાવીને જીવન ટુંકાવી દેવાની ઇચ્છા થઈ ગઈ હતી. તેમણે ડૂબકી લગાવી પણ હતી, જો કે એક વ્યક્તિએ તેમને આત્મહત્યાનો પ્રયાસ કરતા જોઇને તેમની પાછળ કુદી પડ્યો હતો અને તેમને બચાવી લીધા હતા

કૈલાશ ખેરે કહ્યું હતું કે એ સમયે જો તે વ્યક્તિએ તેમને બચાવ્યા ન હોત તો તેઓ આજે પોતાની સફળતા જોઈ શક્ય ન હોત. તેમણે જણાવ્યું હતું કે ઇશ્વર સાથે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે. મુશ્કેલીના સમયમાં ઇશ્વર જ માર્ગ બતાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button