નેશનલ

રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ખોવાયેલું પર્સ મળ્યું SSFને, ખોલીને જોયું તો…

22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મહોત્સવ દરમિયાન જ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલાં ફોર્સના લોકોને એક ખોવાયેલું પર્સ મળી આવ્યું હતું. આ પર્સ ખોલીને જોતાં જ સિક્યોરિટી ઓફિસર ચોંકી ઉઠ્યા હતા..

ભારતીય અબજોપતિ અને બિઝનેસ ગુરુ શ્રીધર વેમ્બુનો આખેઆખો પરિવાર અયોધ્યા ખાતે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સાચવી રહેલાં સીએમ યોગી આદિત્યનાથની સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના મુરીદ થઈ ગયા છે, અને હોય પણ કેમ નહીં? ફોર્સે કામ જ એવું કર્યું હતું… ચાલો તમને આખો ઘટનાક્રમ વિસ્તારથી જણવીએ…

વાત જાણે એમ છે કે 22મી જાન્યુઆરીના રામ લલ્લાના દર્શન કરી રહેલાં તામિલનાડુના નિવાસી વેમ્બુની માતા જાનકીની પાકિટ મંદિરમાં જ પડી ગઈ હતી અને આ પર્સ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ (SSF)ના એક અધિકારીને મળ્યું હતું. પર્સ ખોલીને જોયું તો તેઓ પણ ચોંકી ગયા હતા. પર્સમાં 66,000 રૂપિયા રોકડા, આધારકાર્ડ, પૂજાની સામગ્રી હતી. આધારકાર્ડ જોતા પર્સ કોનુ છે એની માહિતી મળી હતી, પણ ત્યાં સુધીમાં તો વેમ્બુનો આખેઆખો પરિવાર તામિલનાડુ પહોંચી ગયો હતો. ફોર્સના અધિકારીએ એમનો સંપર્ક સાધ્યો તો વેમ્બુના પરિવારે અયોધ્યામાં રોકાઈ ગયેલાં પોતાના એક પરિવારના સભ્યનો નંબર આપ્યો અને એ પર્સ તેમને સોંપવાનો આગ્રહ કર્યો.

આ રીતે ખોવાયેલું પર્સ વેમ્બુના પરિવાર સુધી તામિલનાડું પહોંચી ગયું અને વેમ્બુનો આખો પરિવાર સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સની ઈમાનદારીનો ફેન બની ગયો. આ જ પર્સમાં પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતી એક ઘંટડી પણ હતી જે વેમ્બુની માતાને ખૂબ જ પ્રિય હતી. પોતાની પ્રિય ઘંટડી પાછી મેળવીને જાનકીદેવી એકદમ ખુશ થઈ ગયા હતા.

પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આમંત્રિત કરવામાં આવેલા સ્પેશિયલ મહેમાનોમાંથી એક હતા શ્રીધર વેમ્બુ. શ્રીધરનો આખો પરિવાર સ્પેશિયલ ફોર્સના અધિકારીઓની ઈમાનદારી પર ઓવારી ગયા હતા અને તેમની કર્તવ્ય નિષ્ઠાના ભરપૂર વખાણ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીધર વેમ્બુનો સમાવેશ વિશેષ અતિથિઓમાં એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ અમેરિકાની સારા પગારની ઉંચા હોદ્દાવાળી નોકરી છોડીને ભારત બિઝનેસ કરવા માટે પાછા આવ્યા હતા. અહીં તેમણે એક સોફ્ટવેર સોલ્યુશન્સ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપની શરૂ કરી છે. તેમણે કોઈ મેટ્રો સિટીમાં ઓફિસ ખોલવાને બદલે ગામમાં જ ઓફિસ શરૂ કરી હતી અને અબજો ડોલરની કંપની ઊભી કરી દીધી. તેમની ગણતરી દેશના ગણતરીના અબજોપતિઓમાં કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button