શોએબ મલિક સાથેના છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝાની પહેલી પોસ્ટ આવી સામે..
ધુરંધર ટેનિસ ખેલાડી અને ભારતનું ગૌરવ એવી સાનિયા મિર્ઝા કમનસીબે તેની કારકિર્દી કરતા તેની અંગત જિંદગીને લઈને આજકાલ વધુ ચર્ચામાં છે. તેના પૂર્વ પતિ શોએબ મલિકે તેના ત્રીજા લગ્નની તસવીરો શેર કર્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા હતા. અનેક લોકોને આશ્ચર્ય હતું કે આખરે બંનેના છૂટાછેડા ક્યારે થયા હતા? એ પછી સાનિયાના પિતા તરફથી તરફથી પ્રતિક્રિયા આવી હતી કે સાનિયા ‘ખુલા’ પદ્ધતિ દ્વારા શોએબથી અલગ થઈ ગઈ હતી.
મામલો ઠંડો પડ્યા બાદ હવે સાનિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે, જેમાં છૂટાછેડા બાદ તેની માનસિક સ્થિતિનો ખ્યાલ આવી રહ્યો છે.
પોસ્ટ જોઇને લાગી રહ્યું છે કે સાનિયા એક મજબૂત મહિલા છે અને તે ધીમે ધીમે આઘાતમાંથી બેઠી થઇ રહી છે. સાનિયાએ તેની એક તસવીર શેર કરીને કેપશનમાં લખ્યું છે reflect. એટલે કે અંદર ઝાંકવું- જાતનું પ્રતિબિંબ. તે આ તસવીરમાં તેની જાતને જોઈ રહી છે.
સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ટીમના ક્રિકેટર શોએબ મલિક સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી બંનેને એક પુત્ર ઇઝાન પણ છે. હાલમાં તેમનો પુત્ર 5 વર્ષનો છે અને તે સાનિયા સાથે દુબઈમાં રહે છે. શોએબે ત્રીજા લગ્ન પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે કર્યા છે. શોએબ સાથેના લગ્ન પહેલા તે પણ એક પાકિસ્તાની અભિનેતાને પરણી હતી. બંનેના ત્રીજા લગ્નની તસવીરો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો. કેટલાક યૂઝર્સ એવા હતા જેમણે સના જાવેદની ખૂબ ટીકા પણ કરી હતી.