ગણતંત્ર દિવસની પરેડમાં ‘અનંત સૂત્ર’નું આકર્ષણ, દેશભરમાંથી આવેલી 1900 સાડીઓનું અનોખું પ્રદર્શન યોજાયું
આજે દેશના 75મા ગણતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પહેલીવાર પરેડની શરૂઆત 100 થી વધુ મહિલા કલાકારોના શંખ, નાદસ્વરમ, નગાડાના શુભ ધ્વનિથી થઇ હતી.
પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં બંને વચ્ચે ગુરૂવારે દ્વિપક્ષીય રણનીતિને મજબૂત કરવા માટે રાજસ્થાનના જયપુરમાં આવેલા 19મી સદીના સેન્ચુરી પેલેસમાં બેઠક કરી હતી. આ પેલેસ જયપુરના શાહી રાજઘરાનાના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુલાબી શહેરમાં લાલ જાજમ પાથરીને ફ્રાંસના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ પછી જંતરમંતરથી હવા મહેલ સુધી બંને નેતાઓનો રોડ-શો યોજાયો.
મેક્રોંએ જયપુરથી થોડે દૂર આવેલા અરવલ્લી પર્વતમાળા પર સ્થિત ભવ્ય આંબેરના કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. ભારત અને ફ્રાંસ બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મહત્વના કરાર થઇ રહ્યા છે, જેમાં ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ-એમ લડાયક વિમાન તથા 3 ફ્રાંસની ડિઝાઇન ધરાવતી સબમરિનની ખરીદી કરવા જઇ રહ્યું છે.