‘ફાઇટર’ની ધમાકેદાર ઉડાન: પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: બોલીવુડ સ્ટાર રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર અભિનીત ફિલ્મ “ફાઇટર” ગઈ કાલે ગુરુવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. જોકે, આ ફિલ્મ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં હતી. આખરે ફિલ્મ રિલીઝ કરી હતી અને તેના પહેલા દિવસના આંકડા સામે આવ્યા છે. ફિલ્મની કથા વસ્તુ પાકિસ્તાનમાં આંતકવાદી કેમ્પ પર એર strike કરવામાં આવે છે.
એક અહેવાલ અનુસાર ફાઇટરએ તમામ ભાષાઓમાં પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 22 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રજા ન હોવા છતાં ફિલ્મે સારી કમાણી કરી છે. આજે 26 જાન્યુઆરીએ રજા અને આગામી બે દિવસ વીકએન્ડ છે, તેથી ફિલ્મને સતત ત્રણ દિવસની રજાનો ફાયદો મળી શકે છે અને તેની કમાણી વધુ વધી શકે છે.
ફાઈટરનું ઓપનિંગ ડે કલેક્શન રિતિક રોશનની અગાઉની એક્શન ફિલ્મો ‘વોર’ અને ‘બેંગ બેંગ’ કરતા ઓછું છે. વોર પહેલા દિવસે 53 કરોડની કમાણી કરી હતી. જ્યારે બેંગ બેંગે પહેલા દિવસે જ 27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફાઈટરની વાત કરીએ તો ગલ્ફ દેશોએ આ ફિલ્મને તેમના દેશમાં રિલીઝ કરવાની મંજૂરી આપી નથી પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ UAEમાં રિલીઝ થશે.
ફાઈટર ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે. આ ફિલ્મમાં 2019માં કાશ્મીરમાં પુલવામા હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલાનો ઉલ્લેખ છે. આ ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, તલત અઝીઝ મહત્વની ભૂમિકામાં છે.