નેશનલ

ફ્રાન્સના પ્રમુખનું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિનના અતિથિ વિશેષ ફ્રાન્સના પ્રમુખ ઍમેન્યૂઅલ મૅક્રોન ગુરુવારે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મૅક્રોને દિલ્હીમાં અનેક કલાક વીતાવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અગાઉ તેમણે દિલ્હીમાં રસ્તા પરની મસાલા ચા સહિત અન્ય વાનગીઓની મજા માણી હતી. મૅક્રોને જયપુરમાં યોજાયેલા મોદીના રોડ શૉમાં પણ ભાગ લીધો હતો. મોદી-મૅક્રોનનો રોડ શૉ જંતરમંતરથી શરૂ થઈ હવા મહેલ ખાતે
પૂરો થયો હતો. ગુલાબી શહેર તરીકે જાણીતા જયપુરમાં તેમણે હિલટોપ અંબર પેલેસની મુલાકાત લીધી હતી. અંબર પેલેસમાં લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સત્તાવર અહેવાલ મુજબ મૅક્રોને જયપુરમાં થોડું શૉપિંગ પણ કર્યું હતું.

બંને નેતા વચ્ચે સાંજે રામબાગ પેલેસ હૉટેલ ખાતે સત્તાવાર વાતચીત થઈ હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button