નેશનલ

પ્રજાસત્તાક દિને ૩૧ સીબીઆઇ અધિકારીઓને મળશે મૅડલ

નવી દિલ્હી: ભારત ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ તેનો પોતાનો ૭૫મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ તરફથી મળનારા વિવિધ એવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. સીબીઆઈના ૩૧ પૂર્વ અને વર્તમાન અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ પોલીસ મૅડલથી સન્માનિત કરવામાં આવશે. આ અધિકારીઓમાં કોલસા, દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ અને નીરવ મોદી કેસ જેવા મોટા ભ્રષ્ટાચારના કેસની તપાસ કરનારા સીબીઆઇ અધિકારીઓ પણ સામેલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. પોલીસ મૅડલ મેળવનારા અધિકારીઓમાં સીબીઆઇના ભૂતપૂર્વ જોઇન્ટ ડિરેક્ટર અમિત કુમાર પણ સામેલ છે જેમણે કોલસા કૌભાંડની તપાસનું નેતૃત્વ કર્યું હતું. તેઓ હાલમાં છત્તીસગઢ પોલીસના એડીજી તરીકે સેવા આપી રહ્યા છે. તેમને વિશિષ્ટ સેવા માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મૅડલ એનાયત કરવામાં આવશે.

સીબીઆઈમાં તેમના કાર્યકાળ દરમિયાન કુમારે જોઇન્ટ ડિરેક્ટર (નીતિ) સહિત ઘણા નિર્ણાયક હોદ્દાઓ સંભાળ્યા હતા. ઓનલાઈન બાળ જાતીય શોષણ, સાઇબર ક્રાઈમ અને આર્થિક છેતરપિંડી સામેની તપાસની દેખરેખમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ભરતપુર રમખાણોના કેસની પણ તપાસ કરી હતી અને અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ જી-૨૦ એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રૂપ (કોલકાતા, ઋષિકેશ અને બાલી)નો ભાગ હતા. રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનારા અન્ય અધિકારીઓમાં જોઇન્ટ ડિરેક્ટર વિદ્યા જયંત કુલકર્ણીનો સમાવેશ થાય છે, જેમણે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજા વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસની દેખરેખ રાખી હતી. એએસપી મયુખ મૈત્રા, એએસઆઈ સુભાષ ચંદ્રા અને હેડ કોન્સ્ટેબલ શ્રીનિવાસન ઈલિક્કલ બાહુલ્યન પણ એવોર્ડ મેળવનારા અધિકારીઓમાં સામેલ હતા. પૂર્વ ડીઆઈજી પ્રેમ કુમાર ગૌતમ, જે હાલમાં ઉત્તર પ્રદેશ પોલીસના આઈજીપી (પ્રયાગરાજ રેન્જ) તરીકે નિયુક્ત છે તેમને સેવા બદલ પોલીસ મૅડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે બાળ જાતીય શોષણ સામગ્રીના ઓનલાઈન પેડલર્સ સામે દેશવ્યાપી ઓપરેશન કાર્બન શરૂ કર્યું અને કેટલાક મોટા લાંચ કેસોની તપાસ કરી હતી. ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદી સંબંધિત બૅન્ક કૌભાંડની તપાસની દેખરેખ રાખનારા ડીઆઇજી શારદા રાઉત અને દિલ્હી દારૂ નીતિ કૌભાંડની તપાસ કરનારા પૂર્વ ડીઆઇજી રાઘવેન્દ્ર વત્સને પણ પોલીસ મૅડલ એનાયત કરાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?