ટોપ ન્યૂઝનેશનલ

પદ્મ પુરસ્કારની જાહેરાતઃ પ્રથમ મહિલા મહાવત સહિત 34 મહાનુભાવોને મળશે પદ્મ શ્રી

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દેશનાં પ્રથમ મહિલા મહાવત સહિત 34 મહાનુભાવનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પોતાની જિંદગીમાં સમાજ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહાનુભાવો પૈકી પાર્વતી બરુઆ પહેલા મહિલા મહાવતનું નામ મોખરે હતું. પદ્મ પુરસ્કારમાં વિભિન્ન ક્ષેત્રના હસ્તીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પાર્વતી બરુઆ (આસામ-એનિમલ વેલ્ફેર-67 વર્ષ), જાગેશ્વર યાદવ (છત્તીસગઢ-સોશિયલ વર્ક 67 વર્ષ), ચાર્મી મુર્મૂ (ઝારખંડ સોશિયલ વર્ક-પર્યાવરણ-બાવન વર્ષ), ગુરવિંદર સિંહ (હરિયાણા, સોશિયલ વર્ક-દિવ્યાંગ)નો સમાવેશ થાય છે. એના પહેલા મોદી સરકારે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી નવાજવાની જાહેરાત કરી હતી.

ગયા વર્ષે રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારની મંજૂરી આપી હતી, જેમાં છ પદ્મ વિભૂષણ, નવ પદ્મ ભૂષણ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ હતો 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ હતી. આ ઉપરાંત, સાત લોકોને મરણોપરાંત સન્માન આપવામાં આવ્યું હતું. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીનું એક છે, જેમાં ત્રણ શ્રેણી હોય છે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. અહીં એ જણાવવાનું કે 1954માં ભારત સરકારે પદ્મ પુરસ્કાર આપવાની શરુઆત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button