મરણ નોંધ

હિન્દુ મરણ

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ઘાંઘળી (હાલ સોનગઢ) સ્વ. યશવંતીબેન મનસુખલાલ કાનજી જાનીના પુત્ર પ્રતાપરાય (ઉં.વ. ૭૨) તા. ૨૪-૧-૨૪ને બુધવારના સોનગઢ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે વર્ષાબેનના પતિ. શીતલબેન જોષી, કમલરાજ, હેતલબેન પંડયા, જીગ્નેશભાઈ જાનીના પિતાશ્રી. મૌલિકકુમાર જોષી, હાર્દિકકુમાર પંડયા, પુજાબેન જાનીના સસરા. સ્વ. બળવંતરાય, મહેશભાઈ, સ્વ. હસમુખરાય, દિલીપભાઈ, ભાસ્કરભાઈ, સ્વ. સનતભાઈ, ગં. સ્વ. માલતીબેન બધેકા, સ્વ. કિરણબેન (મિનાક્ષીબેન) ભટ્ટ, ચેતનાબેન દવે, પિનાબેન ભટ્ટના ભાઈ. સસુર પક્ષે સ્વ. પોપટલાલ ગંગારામ ભટ્ટના જમાઈ. ધૈવતના દાદા. સંયુક્ત સાદડી તા. ૨૭-૧-૨૪ને શનિવારે સિહોર મુકામે રાખેલ છે.
બ્રહ્મભટ્ટ
જલસણ ગામ હાલ મુંબઇ પંકજભાઇ ચીમનલાલ બ્રહ્મભટ્ટ. સ્વ. અલકાબેન બ્રહ્મભટ્ટના પતિ. પ્રિયંકા અને જેસલના પિતા. દિશાના સસરા અને ઇદીકાના દાદા. તા. ૨૪-૧-૨૪ના અક્ષરનિવાસી થયા છે.
કચ્છી ભાટીયા
અ. સૌ. શર્મિલા (ઉં. વ. ૫૭) તે પ્રવીણભાઇ સંપટના ધર્મપત્ની, સ્વ. ભગવતીબેન તથા સ્વ. લક્ષ્મીદાસ કરસનદાસ સંપટના પુત્રવધૂ. સૌ. સાધનાબેન તથા રામચંદ્ર કેશરલાલ ભાટીયાની સુપુત્રી. મિલન ભાટીયાના બહેન. સૌ. ધરા તથા કુ. જેસલના માતોશ્રી. ચિ. મિહીર જતિનભાઇ કામદારના સાસુ. તા. ૨૪-૧-૨૪ના ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧-૨૪ના ૫થી ૬.૩૦, ઠે. બાલકનજી બારી હોલ, રાજાવાડી ગાર્ડનની બાજુમાં, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
અંજાર કચ્છના સ્વ. કાંતિલાલ નેણશી ગગુભાઇ સોમેશ્ર્વરના પત્ની ગં. સ્વ. મણીબેન, ગં. સ્વ. વસંતબેન હેમરાજભાઇ પલણના સુપુત્રી. તે હસમુખ તેમ જ ગં. સ્વ.ઉષાબેન રાજેશભાઇ ઠક્કરના માતાજી. તે નયનાબેનના સાસુજી. તે ઉમંગના દાદી. બીજલના દાદી સાસુ. હાલ મુંબઇ મુલુંડ તા. ૨૩-૧-૨૪ના (સોમવારે) રામશરણ થયેલ છે. (ઉં. વ. ૯૦). લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગં. સ્વ. કાંતાબેન લાખાણી (ઉં. વ. ૮૦) (ભીડોરાવારા) હાલ, મલાડનું તા. ૨૪-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રતીલાલ દયાળજી લાખાણીનાં પત્ની. વિનોદભાઇ, દીપકભાઇ, વિજયભાઇના માતુશ્રી. શોભાબેન, ગીતાબેન, સોનાબેનના સાસુ. હિરલ, શનિ, મિલન, જસ, ધ્રૂવિના દાદીમા. તે નાથાલાલ સવજીભાઇ રાયચુરા (ગરેજવાળા) ના દીકરી. પ્રાર્થનાસભા તા.૨૬-૧-૨૪ના ૫થી ૬-૩૦. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી. એસ. વી. રોડ, કાંદિવલી (પશ્રિમ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ ભદ્રેશ્ર્વર હાલ ડોમ્બિવલીનાં ગં. સ્વ. ભાગેરથી વિઠ્ઠલદાસ ચોથાણીની પુત્રવધૂ અ. સૌ. શીતલ (ઉં. વ. ૫૩) સુધીર ચોથાણીનાં ધર્મપત્ની. સ્વ. વસંતબેન ચંદ્રકાન્તભાઇ ઠક્કર ગામ અંજારવાલાની સુપુત્રી. તે પીયૂશ, પૂનમની બેન. તે કલ્પના ભૂપેન્દ્ર ચગસોતાના ભાભી. શૈલેષ, સમીરનાં નાનાભાઇની પત્ની. બુધવાર, તા. ૨૪-૧-૨૪ના શ્રીરામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર.ટી. રોડ, મુલુંડ (વે), ૫-૩૦થી ૭. તા. ૨૬-૧-૨૪ના , લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.
સોરઠિયા સારસ્વત બ્રાહ્મણ
મૂળગામ વાસાવડ નિવાસી હાલ બોરીવલીના સ્વ. જુગતાગૌરી તથા સ્વ. જન્મશંકર ભગવાનજી પંડ્યાના પુત્રવધૂ અ.સૌ. દેવયાની (દમુબેન) પ્રવિણચંદ્ર પંડ્યા (ઉં.વ. ૭૩) તે ૨૪/૧/૨૪ના કૈલાશવાસી પામેલ છે. તે પિયરપક્ષે અમરેલીવાળા હાલ બોરીવલી સ્વ. કમળાગૌરી તથા સ્વ. જયંતીલાલ નારાયણજી ભટ્ટના દીકરી. પ્રશાંત, અતુલ, જ્યોતિ મયુર સારંગના માતુશ્રી. હેમાલીના સાસુ. મીત તથા હાર્દીના દાદી. પ્રેમના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઘોઘારી મોઢ વણિક
લખતર નિવાસી હાલ બોરીવલી સ્વ. નરેન્દ્રભાઈ મણિલાલ મહેતા (ઉં.વ. ૯૨) તે ૨૪/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મનહરબેનના પતિ. ધર્માશ, હિતેષી, મનીષા, જયેશના પિતા. પ્રિતી, અનિલ, દિપક, હિનાના સસરા. સ્વ. મુક્તાબેન પરીખ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. કાંતાબેન વોરાના ભાઈ. ચંદ્રકાંતાબેન તથા સ્વ. નંદલાલ ડાહ્યાલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર
ગં.સ્વ. ઉમાબેન મકવાણા (ઉં.વ. ૬૨) ગામ ડુંગર હાલ ભાયંદર તા. ૨૩/૧/૨૪ મંગળવારના શ્રીજી રામચરણ પામ્યા છે. તે સ્વ. બાલુભાઇ ધનજીભાઈ મકવાણાના પત્ની. તે રતુભાઇના ભાઈના પત્ની. સ્વ. હિંમતભાઈ, નટુભાઈ, સ્વ. વિમળાબેન જયસુખલાલ ચુડાસમા, ગં.સ્વ. જયાબેન નટવરલાલ કવા તથા હંસાબેન સુરેશકુમાર વાઘેલાનાં ભાભી. તે સ્વ. ચીમનલાલ ગોવિંદજી મહેતાનાં દિકરી. તે જીગ્નેશ સચિન નયનાબેન સોનલબેનના માતુશ્રી. તેમની સાદડી તા. ૨૬/૧/૨૪ શુક્રવારના બોરીવલી લુહાર સુથાર વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં.૩ બોરીવલી (પૂર્વ), ૫ થી ૭.
સમસ્ત દરજી સમાજ – બાબરીયાવાડ
ગામ જુની બારપટોળી હાલ મલાડ કુરાર, સ્વ. દિવાળીબેન પરમાર અને સ્વ. નાનજીભાઈ લાખાભાઈ પરમારના જયેષ્ઠ પુત્ર રમેશભાઈ પરમાર (ઉં.વ. ૬૮) સોમવાર, તા. ૨૨/૧/૨૪ના શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. રેખાબેનના પતિ. પિયુષ, અમિતના પિતા તથા ગણેશભાઈ, જેન્તીભાઈ, જયાબેન નાનજીલાલ ગોહિલ, ગં.સ્વ. નિર્મળાબેન ચંપકભાઈ હિંગૂ, પુષ્પાબેન નરેન્દ્રભાઈ સોલંકીના ભાઈ. ગામ નાગેશ્રી હાલ વિલેપાર્લે પ્રવિણભાઈ નારણભાઈ ગોહિલ તથા અશોકભાઈ નારણભાઈ ગોહિલના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૬/૧/૨૪ને શુક્રવારના ર ૩ થી ૫. દેસાઈ સઈ સુતાર જ્ઞાતિની વાડી, અશોક ચક્રવર્તિ રોડ નં. ૪, સ્વયંભુ ગણેશ મંદિરની સામે, કાંદિવલી (પૂ). (લૌકિક પ્રથા બંધ છે).
ઘોઘારી મોઢ વણિક
ધોલેરા નિવાસી હાલ વડાલા અ.સૌ. રીમા (ઉં.વ. ૪૯) તે આશિષના ધર્મપત્ની. જ્યોતિબેન પ્રવિણચંદ્ર પારેખના પુત્રવધૂ. રાજન તથા ભાવિનના ભાભી. મીના મદનમોહન કુંદ્રાની દીકરી. મનુશિવદાસ મેનન તથા શિખાના બહેન ૨૪/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૬/૧/૨૪ના ૪.૦૦ થી ૬.૦૦. ઓલ્ડ ક્લબ હાઉસ, માઉન્ટ એલ્પસ બિલ્ડીંગની સામે, આઈ મેક્સ થિયેટરની પાસે, ભક્તિ પાર્ક, વડાલા ઈસ્ટ.
ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
ગામ વાઘેલા દેરોલ (હાલ ઇડર), સ્વ. ભરતભાઈ ડાહ્યાલાલ જોષી (ઉં.વ. ૬૨) તા. ૨૧/૧/૨૪ના રવિવારે એકલિંગજીશરણ પામ્યા છે. તે રેખાબેનના પતિ. પ્રફુલભાઈ ડાહ્યાલાલ, હિતેશભાઈ ડાહ્યાલાલ, જયાબેન ચેતનકુમાર, પ્રવિણાબેન સંજયકુમારનાભાઈ. તેજસ અને દર્શનાબેનના પિતા. સ્વાતિ અને કમલેશકુમારના સસરા. સિલાસણ નિવાસી સ્વ. માધવલાલ શિવશંકર ઉપાધ્યાયના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૬-૧-૨૪ના શુક્રવાર ૩-૦૦ થી ૫-૦૦. કાશી વિશ્ર્વનાથ મંદિર, ૮૮, દાદી શેઠ અગિયારી લેન, ભૂલેશ્ર્વર ખાતે.
કચ્છી ભાટીયા
અ.સૌ. શર્મિલા (ઉં.વ. ૫૭), તે શ્રી પ્રવીણભાઈ સંપટના ધર્મપત્ની. સ્વ. ભગવતીબેન તથા સ્વ. લક્ષ્મીદાસ કરસનદાસ સંપટના પુત્રવધૂ. સૌ. સાધનાબેન તથા શ્રી રામચંદ્ર કેશરલાલ ભાટીયાની સુપુત્રી તથા શ્રી મિલન ભાટીયાના બહેન. ચિ. સૌ. ધરા તથા કુ. જેસલના માતોશ્રી તથા ચિ. મિહીર જતિનભાઈ કામદારના સાસુ, તા. ૨૪-૧-૨૪ના ઘાટકોપર શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧-૨૪ના ૫.૦૦થી ૬.૩૦, બાલકનજી બારી હોલ, રાજાવાડી ગાર્ડનની બાજુમાં, ઘાટકોપર (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. જેઠાલાલ કલ્યાણજી ખાંટ (ઠક્કર)ના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રબાલાબેન (ઉં.વ. ૭૯), ગામ ગુંદીયારી હાલે વાશી, તે સ્વ. રૂક્ષ્મણીબેન રતનશી વેલજી સ્વારના સુપુત્રી. તે સ્વ. પરશોત્તમભાઈ, સ્વ. લક્ષ્મીકાંતભાઈ, જીતેન્દ્રભાઈ, કમળાબેન, રેખાબેનના ભાભી. તે સ્મિતા રોહીત સોમૈયા, વર્ષા પરેશ મજેઠીયા, હીના મહેન્દ્ર ચંદે, મોના દિનેશ મહેતાના માતુશ્રી. તે રિદ્ધી કશ્યપ કોટક, ધ્વની નમન માનસરીયા, નમ્રતા, રાધિકા, પ્રેમ, આર્યનના નાની. તે સ્વ. વિનોદભાઈ, સ્વ. શશીકાંત, ગં.સ્વ. પુર્ણિમા જગદીશના બેન તા. ૨૪-૧-૨૪, બુધવારના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ગામ મોટા આસંબીયા હાલ મુલુંડ જનકભાઈ પુરુષોત્તમ ભીંડે (ઉં.વ. ૬૭). તે સ્વ. ગોદાવરીબેન પુરુષોત્તમ ખેરાજના નાનાપુત્ર (ગોપુરમ હોલ વાળા) ગીતાબેનના પતિ. જીમિત અને હાર્દિકના પિતાશ્રી. ૨૫/૧/૨૪ ગુરુવારના યોગેશ્ર્વરશરણ પામેલ છે. તે સ્વ. જશોદાબેન તુલસીદાસ, સ્વ. શ્રીદેવીબેન વસંતભાઈ, દેવીબેન પ્રતાપભાઈ, ભારતીબેન ભરતભાઈ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કબીબેન, સ્વ. મધુબેન, મંજુલાબેન, સ્વ. ધનલક્ષ્મીબેન, ભાનુબેન, માલતીબેન, રજનીબેન, સ્વ. ઇન્દિરાબેનના ભાઈ. સ્વ. નિર્મળાબેન જમનાદાસ દીનાણી નાસિકવાળાના જમાઈ. ઉપેન્દ્ર અને મીરા દીનાણી, વિજય અને ઊર્મિ દીનાણીના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થના સભા શનિવાર, ૨૭ જાન્યુઆરી ૨૪ના ૫થી૭, ગોપુરમ હોલ, આરપી રોડ અને એનએસ રોડ જંક્શન, પીકે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણ
સ્વ. મીનાક્ષીબેન દૈયા ગામ મોટી વીરાણીવાળાના પુત્રવધૂ અ.સૌ. માનસી (મિલી) (ઉં.વ. ૪૫) તે ભાવેશ મહેન્દ્રભાઈ દૈયાના ધર્મપત્ની. દમયંતીબેન લક્ષ્મીદાસ દાવડા ગામ લખપતવાળાના પુત્રી. વૈશાલી યોગેશભાઈ, હીના પરેશ નરમના ભાભી. ચેતના ભરત માણેક, છાયા રામચંદ્ર શાપુરેના બહેન. ધ્રુવી, સ્મીતના માતુશ્રી. તા. ૨૪-૧-૨૪, બુધવારના રામશરણ પામ્યાં છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૧-૨૪, શુક્રવાર ૫થી ૭. શ્રી બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ ભક્ત મંડળ હોલ, નાહુર રોડ, આર્ય સમાજ હોલની પાછળ, મુલુંડ (વેસ્ટ). બૈરાઓએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર
બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button