આપણું ગુજરાત

ગુજરાતના ૧૭ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પ્રજાસત્તાક દિન પહેલા દેશના બાહોશ પોલીસ અધિકારીઓ માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરાઈ હતી જેમાં ગુજરાત પોલીસના પાંચ આઈપીએસ ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ જાહેર કરાયા છે. વડા પ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને પ્રેસિડેન્ટ મેડલ જાહેર કરાયો છે. અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને પણ પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે.

ગુજરાત પોલીસના કુલ ૧૭ અધિકારીઓ અને કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરાશે. ગૃહ મંત્રાલય દ્વારા આ મેડલની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ, અન્ય ૧૫ પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે મેડલ એનાયત કરાશે. જે બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ મળવાના છે, તે ડીવાયએસપી શશી ભૂષણ શાહ અને એએસઆઈ પ્રદીપ મોગે છે. જેમને પ્રેસિડન્ટલ મેડલ એનાયત થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…