ગુજરાત યુવા કૉંગ્રેસ દ્વારા ‘રોજગાર આપો, ન્યાય આપો’ કેમ્પેઇનનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ખાતે ઓલ ઇન્ડિયા યુથ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય ક્રિષ્ના અલવરુના હસ્તે રોજગાર આપો, ન્યાય આપો કેમ્પેઇન શરૂ કરાયુ હતું. રાહુલ ગાંધીની ભારત જોડો, ન્યાય યાત્રામાં યુવાનો બેરોજગારી મુદે જોડવા ચર્ચા કરાઇ હતી.
ગુજરાત પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીના સભ્ય ક્રિષ્ના અલવરુએ જણાવ્યુ હતું કે,ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો છે તે માટે યુવા કૉંગ્રેસ આંદોલન કરીને ન્યાય માગશે. ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેના લીધે યુવાનોનાં સપનાં રોળાઈ રહ્યાં છે. ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી. ભાજપ સરકાર યુવાનોની જિંદગી સાથે છેડછાડ કરી રહી છે અને પોતે મલાઈ ખાઈ રહી છે તેવા આરોપ ભાજપ સરકાર પર લગાવ્યા હતા. યુવા કૉંગ્રેસ બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવશે.
ક્રિષ્ના અલવરુએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં યુવા કૉંગ્રેસ રોજગાર આપો, ન્યાય આપો કેમ્પિંગ ચલાવશે. આવનારા સમયમાં વહીવટી સેવા, રેલવે, પોલીસ, બેન્કિંગ, ઉત્પાદન, ટેલિકોમ આવક સેવા, તલાટી મંત્રી, જાહેર બાંધકામ વિભાગ, એમ.એસ.એમ.ઈ., આરોગ્ય, આર્મી, નેવી, એરફોર્સ, શિક્ષણ, પ્રોફેસર, વીમા કંપની જેમાં લોકોએ નોકરી માટે ફોર્મ ભયાર્ં છે પણ આ નોકરી મળી રહી નથી. આવા બેરોજગાર યુવાનો કૉંગ્રેસમાં જોડશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માગણી કરશે.