નેશનલ

હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસને ‘સોફ્ટ નક્સલ’ ગણાવી, રાહુલ ગાંધી બોડી ડબલનો ઉપયોગ કરતા હોવાનો આરોપ

ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે ફરી એક વાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની આત્માની હત્યા થઈ ગઈ છે કારણ કે દેશની સૌથી જૂની પાર્ટી સોફ્ટ નક્સલ બની ગઈ છે, પાર્ટી ગાંધીવાદી ફિલસૂફીથી દૂર જઈ રહી છે. હિમંતા બિસ્વાએ કહ્યું કે “હું 22 વર્ષ કોંગ્રેસ સાથે હતો. હવે કોંગ્રેસના સૂત્રો બદલાય ગયા છે, પહેલા સુત્રો મૃદુ હતા. હવે તેઓ ડાબેરી વલણ ધરાવતા થઈ ગયા છે.”

હિમંતા સરમાએ કહ્યું કે રાહુલ ગાંધી બસમાં બનાવેલા રૂમમાં બેસે છે. મેં અહેવાલો જોયા છે. કોંગ્રેસના લોકોએ મને કહ્યું કે રાહુલ ગાંધી સામાન્ય રીતે બસની અંદર બેસે છે. તો પછી આગળ કોણ બેઠું છે જે દૂરથી રાહુલ ગાંધી જેવા દેખાય છે?


તેમણે કહ્યું કે “રાહુલ ગાંધી ગુવાહાટી આવ્યા હતા પરંતુ મા કામાખ્યાના દર્શન કરવા ગયા ન હતા. તમે ડો. ભૂપેન હજારિકા સમાધિ ક્ષેત્રમાં પણ ન રોકાયા ન. રાહુલ ગાંધીએ જ્યાં પ્રવાસ કર્યો હતો તે તમામ મતવિસ્તારોમાં ભાજપ જીતશે. તો પછી તમારી યાત્રાનો હેતુ શું હતો? માત્ર સાંપ્રદાયિક તંગદિલી સર્જવી? મેં એવા સ્થળો સૂચવ્યા જ્યાં રાહુલ ગાંધી જઈ શકે. તેમની ટીમ કામાખ્યામાં રેકી કરવા માટે આવી હતી પરંતુ તેઓ અંતિમ મુલાકાત માટે આવ્યા ન હતા.

હિમંતા સરમાએ કહ્યું કે”તેમનો એકમાત્ર હેતુ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અશાંતિ પેદા કરવાનો હતો. પરંતુ આસામના લોકોએ એવું ના થવા દીધું.”

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામમાં ફર્યા બાદ પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. યાત્રાના આસામ તબક્કા દરમિયાન હિમંતા અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. રાજ્ય સરકારે યાત્રાને યાત્રાને રોકવાના પ્રયાસો કર્યા હતા, આસામ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ આસામમાં રાહુલ ગાંધી વિરુદ્ધ હિંસા ભડકાવવાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન હિમંતાએ બુધવારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પછી રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવશે. સંપૂર્ણ તપાસ માટે આ કેસ આસામ CIDને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button