કેમ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેવી સીતાની આંખમાં આંસુ આવ્યા તો ભગવાન રામ થયા નિરાશ? PM Narenda Modiએ શેર કર્યો વીડિયો…
રામાનંદ સાગરની ટીવી સીરિયલ રામાયણમાં દેવી સીતાનું પાત્ર ભજવીને વર્ષો બાદ પણ લોકોના મનમાં દેવી સીતા બનીને રાજ કરનાર એક્ટ્રેસ દિપીકા ચિખલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોતાના આંસુ લુંછતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને ફેન્સને સવાલ થઈ રહ્યો છે કે આખરે એવું તે શું થયું કે અભિનેત્રીની આંખમાં આંસુ આવી ગયા હતા?
વાત જાણે એમ છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમયે એક્ટ્રેસ એકદમ ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. દિપીકા ચિખલિયાની સાથે સાથે જ ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લાહિરીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આ ઐતિહાસિક ક્ષણની કેટલીક યાદગાર પળો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી જેમાં એકટ્રેસ દિપીકા ચિખલિયા જોવા મળી હતી અને તે એકદમ ભાવુક થઈને આંસુ લૂછતી પણ જોવા મળી હતી.
પીએમ મોદીએ શેર કરેલા વીડિયોમાં ઐતિહાસિક ઘટનાની કેટલીક ક્ષણો બતાવવામાં આવી છે. તેમાં લોકાર્પણની ઉજવણી કરતી ભીડ, મંદિરમાં પ્રાર્થના કરતા વડાપ્રધાનની ક્લિપ અને વધુનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા લખ્યું હતું કે ’22મી જાન્યુઆરીએ અમે અયોધ્યામાં જે નજારો જોયો તે વર્ષો સુધી અમારા માનસપટલ પર અને યાદોમાં રહેશે. આ ઉપરાંત દિપીકા ચિખલિયાએ પણ પોતાના એકાઉન્ટ પરથી એક ક્લિપ શેર કરી છે જેમાં તે ખૂબ જ ભાવુક જોવા મળી રહી છે. આ ક્લિપની કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ‘શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર, તમે ખરેખર દરેક અર્થમાં મહાન છો, અમારા વડા પ્રધાન તરીકે તમને મેળવીને અમે લોકો ધન્ય થઈ ગયા છીએ.’
દરમિયાન દિપીકા ચિખલિયા સાથે રીલ લાઈફના રામ ઉર્ફે અરુણ ગોવિલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે તેમણે નિરાશા વ્યક્ત કરી હતી કે તેઓ ઉદ્ઘાટનના દિવસે ભગવાન રામના દર્શન કરી શક્યા નહોતા.
એક અહેવાલ પ્રમાણે અહેવાલ મુજબ, અરુણ ગોવિલને જ્યારે રામ મંદિર પર તેમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ જણાવ્યું હતું કે, ‘સપનું પૂરું થયું ભાઈ, પરંતુ મને દર્શન નહોતા થયા. મૈં કુછ નહીં કહે સકતા…
આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં અન્ય ઘણી સેલિબ્રિટીઓ પણ હાજરી આપી હતી અને ઇવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.