Australian Open 2024: રોહન બોપન્ના-મેથ્યુ એબ્ડેનની જોડી ફાઇનલમાં પહોંચી, ગ્રાન્ડસ્લેમ જીતવાથી એક જીત દૂર
મેલબર્ન: ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેને સેમી ફાઇનલમાં ચેક રિપબ્લિકના ટોમસ મખાચ અને ચીનના ઝાંગ ઝિઝેનની જોડીને હરાવી હતી. રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેને ટોમસ માખાચ અને ઝાંગ ઝિઝેનને ત્રણ સેટમાં 6-6, 3-6 અને 7-6 (10-7) થી હરાવ્યા હતા.
લગભગ બે કલાક સુધી ચાલેલી રોમાંચક મેચના સુપર ટાઈ બ્રેકર્સમાં રોહન બોપન્નાને અનુભવ કામ આવ્યો. તેણે મેચમાં સર્વિસ અને સ્ટ્રોકથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અગાઉ રોહન 2013 અને 2023માં યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચી ચૂક્યો છે પરંતુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શક્યો નથી. હવે 43 વર્ષની ઉંમરે તે પોતાનું સપનું પૂરું કરવાથી એક જીત દૂર છે. બોપન્ના પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે.
હજુ એક દિવસ પહેલા જ આ પહેલા રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડી સેમીફાઈનલ જીતીને મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 બની ગઈ હતી.