મરણ નોંધ

હિન્દુ મરણ

માંડવીવાળા, હાલ મુંબઈ રતિલાલ છગનલાલ પંચાલ (ઉં. વ. ૯૫) ૧૪-૧-૨૪ના અવસાન પામેલ છે. તે ગં. સ્વ. કલાવતીબેનના પતિ. સ્વ. અશ્ર્વિન-હંસા, નલીન-આશા, ભુપેન્દ્ર-કિર્તી, હીના હસમુખલાલના પિતાશ્રી. ધર્મેન્દ્ર-રીના, ખુશ્બુ-ધ્રુતિ, મંદિપ-જીનિશા-હર્ષ, કશ્યપ-બિનાકા, ખ્યાતિ, ધ્રુવ, પૂજા, વિઆન, રેયાન્સ, સવાના દાદા. સદ્ગતનું બેસણું તથા ઉત્તરક્રિયા વિધિ ૨૬-૧-૨૪, શુક્રવારના ૯ થી ૧૨. ઠે: સી-૨/૨૦૪, જે. પી. નોર્થ, બારસેલોના ઓફ નેશનલ હાઈવે, મીરારોડ (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કોળી પટેલ
ગામ સોનવાડી હાલ ખાર દાંડા સ્વ. ભગવાનભાઈ દુલ્લભાઈ પટેલ (ઉં.વ. ૯૯) ૨૩-૧-૨૪ને મંગળવારના દેવલોક પામ્યા છે. સ્વ. દિવાળીબેનના પતિ. સ્વ. રમેશભાઈ, સતીષભાઈ, ગોદાવરી, નીરૂ, લક્ષ્મી, શકુંતલાના પિતા. પ્રફુલ્લ, નીરજ, પિયુષ, હર્ષ, સેજલનાં દાદાનું બેસણું ૨૭-૧-૨૪ શનિવારના રોજ ૩થી ૫, પુષ્પપાણી વિધી ૩-૨-૨૪ને શનિવારે ૩થી ૫ નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. નિવાસ સ્થાન- અમાજગુલ પઠાણ ચાલ, મ્યુ.સ્કુલની બાજુમાં, ખારદાંડા વેસ્ટ.
લોહાણા
ગામ સુજાપર, હાલ કલ્યાણ સ્વ. નિર્મળાબેન તથા સ્વ. હીરાલાલ વિસનજી ઠક્કર (આઈયા)ના પુત્ર વસંતભાઈ (ઉં. વ. ૬૩) ૨૩-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મીતાબેનના પતિ. જયુનિકા કરણ, પ્રિતના પિતાશ્રી. ઉષાબેન રાજેન્દ્ર, વીણાબેન અતુલ, જયશ્રીબેન હિરાલાલ, અનિતાબેન હિરાલાલ, બીજલબેન નરેન્દ્ર, અલ્પાબેન સાઈનાથના ભાઈ. સ્વ. મથુરદાસ જાધવજી ચંદનના જમાઈ. ફ્રેની, શેરીલ, જાનવી, જીત અને રીંજુના મામા. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૫-૧-૨૪ના ૪ થી ૬. ઠે: લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ). લૌકિક વ્યવહાર બંધ છે.
વેરાવળ દશા શ્રીમાળી વણિક
વેરાવળ હાલ વાશી નાથાલાલ અમૃતલાલ શાહ – બખાઈ (ઉં. વ. ૯૨) ૨૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે શાંતાબેનના પતિ. ઉષા, જયેશ, રાજેશ તથા ભાવનાના પિતાશ્રી. કિરીટભાઈ દોશી, આશાબેન, કલ્પનાબેન તથા આસીતભાઈ લોઢવીયાના સસરા. ઘાંટવડ નિવાસી સ્વ. દામોદરદાસ દયાળજી ઝાટકીયાના જમાઈ. ગ્રીષ્મા, ખુશ્બુ, કુણાલ તથા ઉચિતના દાદાજી. રિતેશ, અર્પિત, નિધી, ક્રિષા અને જશના નાનાજી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્વામીનારાયણ વણિક
લખતર હાલ ઘાટકોપર અક્ષરનિવાસી પ્રભાવંતી સ્વ. હિરાલાલ ચંદુલાલ શાહના જયેષ્ઠ પુત્ર અ. નિ. અરવિંદભાઈ શાહ (ઉં. વ. ૮૧) સોમવાર, ૨૨-૧-૨૪ના અક્ષરનિવાસ થયા છે. તે ચંદ્રિકાબેન શાહના પતિ. સ્વ. કંચનબેન દલસુખભાઈ, અમીચંદભાઈ જોબાલીયાના જમાઈ. અક્ષરનિવાસી જયેન્દ્રભાઈ, ભુપેનભાઈ, સ્વ. તરૂલતાબેન, ચંદ્રાબેનના ભાઈ. જગત અને કલાપીના પિતા. દિપા અને પિનલના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૫-૧-૨૪ના ૪ થી ૫-૩૦. ઠે: મહારાજા અગ્રસેન સેવા સંસ્થા, ત્રીજે માળે, સ્વામીનારાયણ મંદિરની ઉપર, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઈ.).
ઈડર ઔ. પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ ઝિંઝવા હાલ મીરા રોડ નિવાસી ગં. સ્વ. સુમિત્રાબેન પ્રવિણચંદ્ર જાની (ઉં.વ. ૮૪) તા . ૨૨/૧/૨૪ના દેવલોક પામ્યા છે. તે વંદનાબેન પંકજભાઈ જપી, સ્વ. સાધનાબેન જિતેન્દ્રકુમાર ભટ્ટ, કાશ્મીરાબેન કંદર્પભાઈ ત્રિવેદી, સ્વ. કમલેશ અને પરાગના માતુશ્રી. સ્વ. ભીખાભાઈ અને સ્વ. ડાહીબેન મહાશંકર દવેના ભાભી. જશ્મીનાબેન અને સંગીતાબેનના સાસુ. સ્વ. નર્મદાશંકર હરગોવિંદ શાસ્ત્રી (બ્રહ્મપુરી)ની દીકરી. પ્રજ્ઞાબેન દિલીપકુમાર જાની અને જનાર્દનભાઈના બહેન. તેમની પ્રાર્થના સભા તા. ૨૬/૧/૨૪, સાંજે ૫થી ૭, ઈડર ઔ. સત્તાવીસ જ્ઞાતિ હોલ, સિદ્ધાર્થ ટાવર, કસ્તુર પાર્ક, શિમ્પોલી, બોરીવલી (વેસ્ટ). (બંન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે છે.)
આજક ગિરિનારાયણ બ્રાહ્મણ
વિરાર નિવાસી સ્વ. નરેન્દ્રભાઈ કરુણાશંકર પુરોહિતના ધર્મપત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉં.વ. ૬૭) તા. ૨૨/૧/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે જીગ્નેશ-બિની, ક્રિષ્ના દેવાંગ વ્યાસ, માનસી દિપક રાવતના માતા. ચિ. વિધિ, યશના નાની. ચિ. રાવ્યાના દાદી. તે સ્વ. વેણીશંકર ગોપાલજી જોષીના પુત્રી. પ્રાર્થના સભા તા. ૨૫/૧/૨૪ના નિવાસસ્થાને ૫ થી ૭ રાખેલ છે. ૧૦, ન્યુ નંદનવન સોસાયટી, ૩જે માળે, અયપ્પા મંદિરની બાજુમાં, વિરાર (વેસ્ટ).
લુહાર સુથાર
ગં. સ્વ. શાંતાબેન તથા સ્વ. ચંદુભાઈ પ્રેમજીભાઈ મકવાણાના દીકરા મહેશભાઈ મકવાણા (ઉં.વ. ૫૩) ગામ ભાવનગર હાલ બોરીવલી કલ્પના કિશોરકુમાર, સોનલ અક્ષયકુમાર ડોડીયા તથા સંજયભાઈના ભાઈ ૨૦/૧/૨૪ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૧/૨૪ના રોજ ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વાડી, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ ૩, બોરીવલી ઈસ્ટ.
પરજીયા સોની
મૂળ ગામ ચિતલ અરુણકુમાર નાનાલાલ રામજીભાઈ સાગર (માસ્ટર) (ઉં.વ. ૭૪) તે ૨૦/૧/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોતિબેન (જશીબેન)ના પતિ. હેતલબેન કિશોરકુમાર જગડા, પ્રીતિબેન તથા આનંદના પિતા. ખ્યાતિના સસરા. સ્વ. અશોકભાઈ, ભારતીબેન કનૈયાલાલ ધકાણ, ભાવનાબેન હસમુખરાય જીણાદ્રાના મોટાભાઈ. ડેડાણવાળા સોની જેઠાભાઇ કાળાભાઇ સતિકુંવરના જમાઈ. તેમની સાદડી ૨૫/૧/૨૪ના રોજ ૪.૩૦ થી ૬.૦૦ કલાકે સોનિવાડી, શીમ્પોલી સિગ્નલ ક્રોસ રોડ, બોરીવલી વેસ્ટ.
પોરબંદર દશા શ્રીમાળી વણિક
પોરબંદર નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. રંજનબેન (ઉં.વ. ૯૨) તે સ્વ. દેવીદાસ ઠાકરશી શાહના પત્ની. સ્વ. રામદાસ જેચંદ શેઠના દીકરી. હેમેન્દ્ર, કીર્તિ, ચંદ્રવદન, રમોલાના માતુશ્રી. દિના, મીના, અવનીના સાસુ ૨૪/૧/૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
કાંદિવલી નિવાસી અ. સૌ. કુસુમબેન સુરેશભાઈ દેસાઈ (ઉં.વ. ૮૫) તા. ૨૩-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે શ્રી સુરેશભાઈ રણછોડજી દેસાઇના ધર્મપત્ની. ગં. સ્વ. લતાબેન નટવરલાલ દેસાઇના મોટા બહેન. જયેશ, આરતી, ધવલના માતુશ્રી અને નીલમ, જતીનભાઈ, નિશાના સાસુજી. પ્રાર્થના સભા તા. ૨૬-૧-૨૪ શુક્રવાર, બપોરે ૪ થી ૬ દરમ્યાન પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, ઓપોઝિટ બીસીસીઆઈ ગ્રાઉન્ડ, કાંદિવલી (વેસ્ટ ).
હાલાઈ લોહાણા
મૂળ ગામ બળેજ હાલ ભાયંદર નિવાસી ગો.વા. પોપટલાલ કુરજી ઠકરારના ધર્મપત્ની ગં.સ્વ. ચંપાબેન (ઉં.વ. ૭૭) તે જયેશ, હરેશ, શૈલેષ અ. સૌ. વર્ષાબેન જગદિશકુમાર ઓઝાના માતુશ્રી. તે અ.સૌ. મીના, અ.સૌ. પૂર્વીના સાસુ. તે અ.સૌ. રીના ભાર્ગવ પૂજારાના નાની. તે હર્ષ, સ્નેહાના દાદી. તે પિયરપક્ષે રાણાકંડોળાવાળા સ્વ. નાથાલાલ ગોવર્ધનદાસ પોપટના દીકરી તા. ૨૧/૧/૨૪ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષ પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૫/૧/૨૪ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે . વિનાયક મંદિર હોલ, વિનાયક નગર, સ્ટેશન પાસે, ભાયંદર (પશ્ર્ચિમ).
ઔદિચ્ય બ્રાહ્મણ
ઝાલાવાડ સત્તર તાલુકા ગ્રાફ નિવાસી ગં. સ્વ. પ્રવિણાબેન રમણલાલ શુક્લ (ઉં.વ. ૯૦) તે ૨૩/૧/૨૪ના કૈલાશવાસી થયેલ છે. તે નીતિનભાઈ, હેમંતભાઈના માતુશ્રી. નીતાબેન, સ્મિતાબેનના સાસુ. રિતેશ, નેહા, વરૂણ, સ્તુતિના દાદી. સાદડી ૨૬/૧/૨૪ના રોજ ૪ થી ૬ કલાકે ઇન્દ્રાયણી સોસાયટી, સોસાયટી નં. ૨૨૦/પ્લોટ નં. ૯, સેન્ટ રોક સ્કૂલની નજીક, ગોરાઈ ૨, બોરીવલી વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button