હૅલીનો ટ્રમ્પને પડકાર
વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદનાં રિપબ્લિકન પાર્ટીના ભારતીય-અમેરિકન ઉમેદવાર નિક્કી હૅલીએ તેમનાં ભૂતપૂર્વ બૉસ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પને મંચ પર ચર્ચાવિચારણા કરવા પડકાર ફેંક્યો હતો અને ન્યુ હૅમ્પશાયર પ્રાઈમરીમાં પક્ષના પરાજય છતાં સ્પર્ધામાં ટકી રહીશ એમ કહ્યું હતું.
બાવન વર્ષની હૅલીએ ૭૭ વર્ષના ટ્રમ્પ પર પ્રહાર કર્યો હતો અને તેમની માનસિક સજ્જતા સામે સવાલ ઉઠાવ્યો હતો.
છ જાન્યુઆરીએ કૅપિટોલમાં સુરક્ષા પૂરી ન પાડવાનો ટ્રમ્પે મારા પર આક્ષેપ કર્યો હતો.
૭૫થી વધુ વયના રાજકારણીઓની માનસિક સજ્જતાની ટૅસ્ટ કરવાની હું લાંબા સમયથી માગણી કરી રહી છું, એમ હૅલીએ કહ્યું હતું.
ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે આ ટૅસ્ટમાં તે મારાં કરતાં સારો દેખાવ કરશે. શક્ય છે એમ બને અને ન પણ બને, પરંતુ જો ટ્રમ્પ એમ વિચારતા હોય તો જાહેર મંચ પર મારી સાથે ચર્ચાવિચારણા કરવામાં તેમને કોઈ સમસ્યા ન હોવી જોઈએ, એમ હૅલીએ કહ્યું હતું. (એજન્સી)