આમચી મુંબઈ

મરાઠા આંદોલન:મનોજ જરાંગેની પદયાત્રા આજે નવી મુંબઈમાં

ભારે વાહનો પર પ્રતિબંધ

નવી મુંબઈ: મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં શરૂ થયેલી મરાઠા આરક્ષણ પદયાત્રા આજે નવી મુંબઈ પહોંચશે. નવી મુંબઈના સંયોજકના જણાવ્યા મુજબ, આ મોરચો બજાર સમિતિના ડુંગળી, બટાટા માર્કેટ પરિસરમાં રહેશે અને મહિલાઓના રહેવાની વ્યવસ્થા સિડકો પ્રદર્શન કેન્દ્રમાં કરવામાં આવી છે. આ ઉપરાંત, એપીએમસી માર્કેટને બંધ કરી દેવામાં આવ્યું છે. નવી મુંબઈ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન દ્વારા આરોગ્ય સુવિધાઓ તૈયાર રાખવામાં આવશે. દરેક હૉસ્પિટલમાં ૫૦ ટકા બેડ આરક્ષિત છે. દર બે કિમી પર એક મેડિકલ ટીમ મૂકવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આજે બજાર પરિસરની કામગીરી બંધ રહેશે તેવું જાણવા મળે છે. આ અંગેની સત્તાવાર માહિતી બજારની સંસ્થાઓ દ્વારા આપવામાં આવશે.

૨૫ જાન્યુઆરીએ રાતે ૧૨.૦૦ વાગ્યાથી ૨૬ જાન્યુઆરીના રાતે ૧૧.૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના ભારે માલસામાનના વાહનોને શહેરમાં પ્રવેશવા, પાર્કિંગ કરવા અને શહેરના તમામ રસ્તાઓ પર ચાલવા પર પ્રતિબંધ રહેશે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે આજે મુંબઈ તરફના ટ્રાફિક માટે બંધ
મુંબઈ: મનોજ જરાંગેના નેતૃત્વમાં મરાઠા આરક્ષણ માટે આ પદયાત્રા ગુરુવારે સવારે લોનાવલાથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે થઈને નીકળશે. આથી હાઈવે પોલીસે પદયાત્રા દરમિયાન ગુરુવારે સવારે પુણેથી મુંબઈ તરફના એક્સપ્રેસ વે પરનો ટ્રાફિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. મનોજ જરાંગેની પદયાત્રા બુધવારે ચંદનનગર ખરાડી બાયપાસથી શરૂ થશે અને નેશનલ હાઈવે ૪૮ થઈને લોનાવલા પહોંચશે. યાત્રાનું રોકાણ નેશનલ હાઈવે ૪૮ પાસેના વાકસાઈ ગામમાં રહેશે. ગુરુવારે સવારે લોનાવલાથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે વાશી સુધી ચાલુ રહેશે. ગુરુવારે સવારથી એક્સપ્રેસ વે પર પદયાત્રા ચાલુ રહે ત્યાં સુધી પુણેથી મુંબઈ તરફનો વાહનવ્યવહાર બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મુંબઈ જતો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button