
ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા (CM Himanta Biswa) સરમાએ બુધવારે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની લોકસભા ચૂંટણી પછી ધરપકડ કરવામાં આવશે, જેમની વિરુદ્ધ અહીં હિંસા ભડકાવવા બદલ FIR નોંધવામાં આવી છે. કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyay Yatra) દરમિયાન હિંસા ભડકાવવા બદલ આસામ પોલીસે મંગળવારે રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ વિરુદ્ધ સુઓ મોટુ FIR નોંધી હતી.
મુખ્યમંત્રીએ સિબસાગર જિલ્લાના નઝીરા ખાતે એક કાર્યક્રમમાં કહ્યું. “અમે એફઆઈઆર નોંધી છે,” એક વિશેષ તપાસ ટીમ તપાસ કરશે અને લોકસભા ચૂંટણી પછી તેની (રાહુલ) ધરપકડ કરવામાં આવશે.લોકસભાની ચૂંટણી થોડા મહિનામાં યોજાવાની છે. આસામના પોલીસ મહાનિર્દેશક જી.પી. સિંહે જણાવ્યું હતું કે અધિક પોલીસ મહાનિર્દેશક (CID) દ્વારા રચવામાં આવેલી SIT દ્વારા સંપૂર્ણ તપાસ માટે આ કેસ આસામ સીઆઈડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
આ અગાઉ, મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. જ્યારે કોંગ્રેસના સમર્થકોએ બેરિકેડ હટાવ્યા ત્યારે તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં પડ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવબ્રત સૈકિયા ઘાયલ થયા હતા.