આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૨૫-૧-૨૦૨૪,
વ્રતની પૂનમ, પૌષી પૂનમ, શાકંભરી પૂર્ણિમા
ભારતીય દિનાંક ૫, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ સવારે ક. ૦૮-૧૫ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર કર્કમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી-ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૪૩, મધ્ય રાત્રે ક. ૦૦-૩૯
ઓટ: સાંજે ક. ૧૭-૫૫, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૫૭ (તા. ૨૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- શુક્લ પૂર્ણિમા. વ્રતની પૂનમ, પૌષી પૂનમ, શાકંભરી પૂર્ણિમા, માઘ સ્નાનારંભ, અંબાજીનો પ્રાગ્ટયોત્સવ, અન્વાધાન, પુષ્યાભિષેક યાત્રા, હઝરતઅલી જન્મદિન (મુસ્લિમ). ગુરુપુષ્યામૃતસિદ્ધિયોગ સવારે ક. ૦૮-૧૭થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૦-૩૫.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વાસ્તુકળશ, ગુરુ-શનિ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, પ્રતિષ્ઠા, પરદેશગમનનું પસ્તાનું, પ્રયાણ શુભ, વિદ્યારંભ, હજામત, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, નવા વસ્રો, આભૂષણ, સુવર્ણ ખરીદી, વાસણ, દસ્તાવેજ, યંત્ર, વાહન, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડી, પશુ લે-વેંચ, દેવદર્શન, અન્નપ્રાશન, નામકરણ, દુકાન-વેપાર, વ્રતની પૂનમનો ઉપવાસ, કુળદેવીદેવતા, યાત્રા શ્રી સુક્ત, પુરુસુક્ત અભિષેક, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, તુલસી પૂજા, વિષ્ણુસહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગમાં શ્રીયંત્ર, પૂજા, અભિષેક. બ્રહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા રચિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશ યંત્ર પૂજાનો મહિમા, પૌષી પૂનમ ભાઈ-બહેનોના પર્વનો મહિમા.
આચમન: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ સામાન્ય વ્યવહારોમાં મુશ્કેલી આવે. ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભીપણું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (પૌષી પૂર્ણિમા યોગ), (સાંજે ક. ૦૬-૦૯), ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૨૬)
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધનુ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.