ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
शेत ઉજ્જડ
ओसाड હળ
नांगर ફળદ્રુપ
लागवड ખેતર
सुपीक ખેડાણ
ઓળખાણ પડી?
સહ્યાદ્રિ પર્વતમાળામાં મહારાષ્ટ્રના પુણે જિલ્લાના લોનાવલા નજીક આવેલા એક ગામથી પ્રારંભ થઈ ભીમા નદીમાં વિલય થનારી નદીની ઓળખાણ પડી?
અ) કાવેરી બ) ગોદાવરી ક) ઇન્દ્રાયણી ડ) કોયના
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના એકમાત્ર માસીના એકમાત્ર ભાણિયાના સસરાની દીકરી એ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભાભી બ) સાળી ક) પત્ની ડ) મામી
જાણવા જેવું
ચીનમાં ઊડી રહેલા પતંગને એમ ને એમ છોડી દેવાને અપશુકન માનવામાં આવે છે અને બીમારીને આમંત્રણ આપનારી ઘટના સાથે
સાંકળી જોવામાં આવે છે. કોરિયામાં પતંગ પર બાળકનું નામ અને જન્મ તારીખ લખીને પતંગ ઉડાવવામાં આવે છે.
આનું કારણ એવું માનવામાં આવે છે કે વર્ષ દરમિયાન બાળક પર આવનારી મુશ્કેલીઓ, પીડાઓ પતંગની સાથે દૂર
જતી રહે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ઘોડા, બળદ વગેરેની લગામ, પાગ સંતાઈને બેઠી છે એ શોધી કાઢો જોઉં.
કઠોળમાં સૌથી વધુ વપરાશ ચણાનો થતો જોવા મળતો હોય છે.
નોંધી રાખો
પ્રયાસ કરનારની ટીકા કરનારાઓની અછત નથી હોતી. લોકોની ટીકાથી તમારો માર્ગ નહીં બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં પણ સાહસથી મળે છે.
માઈન્ડ ગેમ
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રતિસ્પર્ધી ટીમની એક ઈનિંગ્સમાં દસે દસ વિકેટ ઝડપનાર એકમાત્ર ભારતીય બોલરનું નામ જણાવી શકશો?
અ) જશુ પટેલ ૨) કપિલ દેવ ૩) સુભાષ ગુપ્તે ૪) અનિલ કુંબલે
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
तोंड મોઢું
बोट આંગળી
हनुवटी હડપચી
मनगट કાંડું
ઉૂંજઊંળ ઢીંચણ
ગુજરાત મોરી મોરી રે
દાદી
ઓળખાણ પડી?
શીતલ દેવી
માઈન્ડ ગેમ
સ્વિમિંગ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વાઈ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) નંદકિશોર સંજાણવાળા (૭) ડો. પ્રકાશ કટકિયા (૮) ભારતી પ્રકાશ કટકિયા (૯) લજિતા ખોના (૧૦) નિખિલ બંગાળી (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) અમીશી બંગાળી (૧૩) સુનીતા પટવા (૧૪) રજનીકાંત પટવા (૧૫) ભારી બુચ (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) પુષ્પા પટેલ (૧૮) હર્ષા મહેતા (૧૯) મીનળ કાપડિયા (૨૦) કલ્પના આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૩) મહેશ સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) તાહેર ઔરંગાબાદવાલા (૨૭) શીરીન ઔરંગાબાદવાલા (૨૮) ભાવના કર્વે (૨૯) ખુશરૂ કાપડિયા (૩૦) અરવિંદ કામદાર (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) મહેશ દોશી (૩૩) જ્યોત્સના ગાંધી (૩૪) ઈનાક્ષી દલાલ (૩૫) રમેશ દલાલ (૩૬) હિના દલાલ (૩૭) અંજુ ટોલિયા (૩૮) નિતિન બજરિયા (૩૯) જયવંત પદમશી ચિખલ (૪૦) પુષ્પા ખોના (૪૧) દિલીપ પરીખ (૪૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) પ્રવીણ વોરા