મનોરંજન

Amitabh Bachchanને પોતાના ઈશારે નચાવે છે બચ્ચન પરિવારની આ Female Member…

હેડિંગ વાંચીને ચોક્કસ જ તમે ગૂંચવાઈ ગયા હશો કે ભાઈ જેનાથી ઈન્ડસ્ટ્રીના તમામ લોકો એકદમ અદબ અને માનથી વર્તે છે એને કોઈ કઈ રીતે પોતાની આંગળીના ઈશારે નચાવી શકે? તો ભાઈ તમારી જાણ માટે કે આ એક હકીકત છે અને બચ્ચન પરિવારની આ Female Member છે આરાધ્યા બચ્ચન.

છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ મામલે બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા રાય-બચ્ચન દ્વારા કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી. ફરી બેક ટુ ટ્રેક આવીએ અને વાત કરીએ આરાધ્યા બચ્ચનની તો આરાધ્યા બચ્ચન અને અમિતાભ બચ્ચન એકબીજાની ખૂબ જ નજીક છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ.


અમિતાભ બચ્ચન અને આરાધ્યા એક સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને આ વાત તો ઘણા બધા પ્રસંગો પર એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. વાત કરીએ બિગ બીના રૂમ અને દિવાલોની તો બિગ બીના રૂમની દિવાલો પર સૌથી વધુ કોઈ હાઈલાઈટ થતું હોય તો કે છે આરાધ્યા બચ્ચન. દિવાલો પર જોવા મળતાં મોટા મોટા ફોટાઓમાં આરાધ્યા બચ્ચનના ફોટો સૌથી વધુ જોવા મળી રહ્યા છે.


આરાધ્યા જ એક માત્ર એવી શખ્સિયત છે કે જે બિગ બી પાસે પોતાનું ધાર્યું બધુ કામ કરાવી લે છે અને બિગ બી પણ આરાધ્યાની મનમાની ચલાવી લે છે. આખા બચ્ચન પરિવારમાં આરાધ્યા જ એક માત્ર એવી વ્યક્તિ છે કે જેને બિગ બીનું ડેસ્ક અસ્ત વ્યસ્ત કરી દેવાનો અધિકાર છે. એટલું જ નહીં પણ દાદુ અમિતાભ બચ્ચનના પેન-પેન્સિલ તોડી-ફોડી નાખવાની સત્તા પણ આરાધ્યાના હાથમાં છે. હંમેશા પરફેક્ટ અને દરેક કામમાં પરફેક્શનનો આગ્રહ રાખતા બિગ બી જો આરાધ્યાની આ મનમાની ચલાવી લેતાં હોય તો કંઈક તો ખાસ વાત હશે જ ને બોસ?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button