નેશનલ

બિહારમાં ગરીબ બાળકોના શિક્ષણ માટે કર્પૂરી ઠાકુરે શું કર્યું હતું? પૌત્રીનો જવાબ જાણો!

પટણા/નવી દિલ્હીઃ બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને (former Bihar CM Karpoori Thakur Bharat Ratna) મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય અંગે કર્પૂરી ઠાકુરની પૌત્રી અને દીકરાએ આનંદ વ્યક્ત કર્યો હતો. કર્પૂરી ઠાકુરની પૌત્રી ડો. જાગૃતિએ કહ્યું હતું કે બિહારમાં પહેલા ગરીબોના બાળકો અંગ્રેજીમાં નાપાસ થતા હતા. એટલું જ નહીં, ભણી શક્તા નહોતા, પરંતુ એને લઈને દાદાએ તેમને શિક્ષિત અને સશક્ત બનાવવાનું કામ કર્યું હતું.

કર્પરી ઠાકુરની પૌત્રી ડો. જાગૃતિએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહી છે. મેં તેમને જોયા નથી, પરંતુ મારા માતા-પિતા પાસેથી તેમની અનેક વાતો સાંભળી છે. ડો. જાગૃતિએ કહ્યું હતું કે મને ખૂબ સારું લાગે છે અને ગૌરવ થાય છે કે હું તેમના પરિવારમાંથી આવું છું અને તેમની પૌત્રી છું. મેં ક્યારેય તેમણે જોયા નથી, પરંતુ મારા માતા પિતા પાસેથી તેમની ઘણી વાતો સાંભળી છે.

તેમનું કહેવું છે કે તે ગરીબો અને અસહાયોના અને જન-જનના નાયક હતા. તેને કહ્યું કે દાદાજી સાથે મારી કોઈ યાદો નથી પણ ઘરમાં બધા જણાવતા હતા કે, પહેલા ગરીબોના બાળકો ભણી નહોતા શકતા. આવા બાળકો અંગ્રેજીભાષામાં નબળા હતા જેના કારણે તે નાપાસ થઈ જતાં હતા. આવા બાળકો માટે દાદાજી એ કામ કર્યું હતું એ આસાધરણ હતું.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ભલામણ પર રાષ્ટ્રપતિએ જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પર તેમના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું કે આ 34 વર્ષની તપસ્યાનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે આ અંગે વડા પ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો હતો.

ભારત રત્નની જાહેરાત અંગે કર્પૂરી ઠાકુરના દીકરાએ કહ્યું હતું કે આ 34 વર્ષનો સંઘર્ષ છે, જ્યારે મારા પિતા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મળે છે. વડા પ્રધાનને આ સન્માન આપવા અંગેનો જવાબ તો આપ્યો નહોતો, પરંતુ એની જાહેરાત કરીને આનંદ થયો છે. રામનાથ ઠાકુરે કહ્યું હતું કે પિતાજીને ભારત રત્ન મળવાની વાતથી આનંદ થયો છે, જે દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button