નેશનલ

ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું…

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ એક-બે નહીં પરંતુ કુલ 57 મુસ્લિમ દેશોના પેટમાં તેલ રેડાયું છે. મુસ્લિમ દેશોનું ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાથી ગુસ્સે ભરાયું છે અને આ ઓર્ગેનાઈઝેશન રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની નિંદા કરતું જાહેર નિવેદન બહાર પાડ્યું છે. OICએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે અયોધ્યામાં પહેલાથી જ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ ‘રામ મંદિર’ના નિર્માણ અને ઉદ્ઘાટનની નિંદા કરે છે. જો કે એ બાબત પણ નોંધવા જેવી છે કે રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ કરવામાં આવ્યું છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના મહાસચિવે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઈસ્લામિક સહકાર સંગઠનના મહાસચિવે સત્તાવાર રીતે નિવેદન આપ્યું હતું કે અયોધ્યામાં પહેલાથી જ બનેલી બાબરી મસ્જિદને તોડીને બનેલા રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન કેટલું યોગ્ય છે.

નોંધનીય છે કે આ ઈસ્લામિક સહયોગ સંગઠન એ જ છે જેણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વારંવાર સમર્થન આપ્યું છે અને ઘણી વખત ભારત વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા છે. પાકિસ્તાન તેનું સક્રિય સભ્ય છે. પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીર મુદ્દા માટે OICના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે અને તેણે કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો.
IOC એટલે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન મુસ્લિમ દેશોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. મુસ્લિમ વિશ્વના દેશોનો સંયુક્ત અવાજ ગણાતા આ સંગઠનનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય શાંતિ અને સૌહાર્દ જાળવીને મુસ્લિમ વિશ્વના હિતોનું રક્ષણ કરવાનો છે. મુસ્લિમ દેશોના આ સંગઠનની સ્થાપના 1969માં થઈ હતી. તેના સભ્ય દેશોની સંખ્યા 57 છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button