સ્પોર્ટસ

હું તો વિઝા ઓફિસમાં નથી બેસતો… Rohit Sharmaએ કોને કહ્યું આવું…

હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને કે આખરે એવું તે શું થયું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું? તો ભાઈસાબ તમારી જાણ માટે કે હૈદરાબાદ ખાતે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થાય એ પહેલાં જ ઈંગ્લેન્ડની ટીમ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે.

વિઝા ના મળતાં ઈંગ્લેન્ડની ટીમનો એક ખિલાડી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને આ ખેલાડીનું નામ છે શોએબ બશીર. શોએબ વિઝા ના હોવાને કારણે ભારત નથી આવી શક્યો. હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શોએબને વિઝા ના મળવા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને આવું નિવેદન આપ્યું છે.


રોહિત શર્માએ પહેલાં તો શોએબને વિઝા ના મળ્યો એટલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે હવે હું તો વિઝા ઓફિસમાં નથી બેસતો કે શોએબને વિઝા આપી દઉં. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે પણ વિઝા ના મળવાને કારણે પોતાની ટીમનો સારો ખેલાડી નહીં રમી શકે એ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.


બેન સ્ટોક્સે જણાવ્યું હતું કે કોઈ ખેલાડીને ટૂર પહેલાં જ જો આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ચોક્કસ અસર પડે છે. શોએબના પર્ફોર્મન્સની વાત કરીએ તો શોએબનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ કંઈ ખાસ સારો નથી. અહીં તેણે 10 વિકેટ જ લીધી છે. તેમ છતાં ઈંગ્લેન્ડની ટીમે તેને ઈન્ડિયામાં રમાનારી ટેસ્ટ માટે પસંદ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button