નેશનલ

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે ભગવાન રામના દર્શન કરવા માટે Hanuman દાદા પોતે આવ્યા

અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો તે આપણે સહુ જાણીએ છીએ અને તે દિવસે લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન પણ કર્યા. કહેવાય છે કે અંદાજે 5 લાખ ભક્તોએ તેમના આરાધ્ય ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા.

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા રામમય બની ગઈ હતી. ભગવાન રામના ભક્તો રામલલાની એક ઝલક મેળવવા માટે એટલા તલપાપડ હતા કે સુરક્ષા બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. આ તમામ દર્શનાર્થીઓનો નિયંત્રિત કરવામાં પોલીસકર્મીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને આ દરમિયાન એક વાનર કોઈપણ રીતે ભગવાન રામના દર્શન કરવા માટે ભગવાન રામના ગર્ભગૃહ સુધી પહોંચી ગયું હતું.

પોલીસકર્મીઓએ તેને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વાનરને જાણે ભગવાન રામના દર્શન કરવાની તલબ લાગી હોય તેમ તે કોઈપણ પોલીસકર્મીના હાથમાં આવ્યો નહિ અને સીધો ભગવાન રામના ગર્ભગૃહમાં પહોંચી ગયો હતો. ત્યારે હવે જે લોકોએ આ વાનરને જોયો તેમનું કહેવું છે કે આ કોઈ સામાન્ય વાનર નહી પરંતુ હનુમાન દાદાનું જ સ્વરૂપ છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે મંગળવારે સાંજે લગભગ 5.50 વાગ્યે રામલલાના ગર્ભગૃહમાં એક વાનર જોવા મળ્યો હતો. આ વાનર પ્ર3ણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે લગભગ 5:50 સમયે એક વાનર દક્ષિણ દરવાજાથી ગર્ભગૃહમાં પ્રવેશ્યો અને મૂર્તિની નજીક પહોંચી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ વાનરને જોયો અને તેમને વિચાર્યું કે તે મૂર્તિને કંઈ નુકસાન કરશે આથી તેઓ તેને પકડવા માટે દોડ્યા હતા. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે વાનર એકદમ શાંતિથી બીજા દરવાજાથી બહાર નીકળી ગયો હતો.

જો કે બહાર નીકળ્યા બાદ પણ લોકોની ઘણી ભીડ હતી આથી પોલીસને એમ જ હતું કે આ વાનર લોકોને કંઈ નુકસાન પહોંચાડશે. પરંતુ ત્યાં પણ વાનક કોઈપણ વ્યક્તિને સહેજ પણ હેરાન કર્યા વગર તમામ ભક્તો વચ્ચે થઈને મંદિર પરિસરમાં થઈને બહાપૃર નીકળી ગયો હતો. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે અમે એ વાત ફીલ કરી છે કે જાણે હનુમાનજી પોતે રામલલાના દર્શન કરવા આવ્યા હતા.


નોંધનીય છે કે 22 જાન્યુઆરી બાદ દર્શન કરવા માટે મધરાતથી જ મંદિર પરિસરમાં લાઈનો લાગી હતી. ભક્તોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાતે જ ચાર્જ સંભાળીને લોકોને કોઈ અસુવિધા ના પડે તેનું ધ્યાન રાખ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button