વલસાડના જીએમઈઆરએસ સિવિલ હૉસ્પિટલના ૭૦ રેસિડેન્ટ ડૉક્ટર હડતાળ પર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડની જીએમઈઆરએસ સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ ઉપર ઉતર્યા છે. આગામી દિવસોમાં માગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. હડતાળને કારણે ઈમરજન્સી સહિતની સેવાઓ ઉપર મોટી અસર પડી છ્ે.
રેસિડેન્ટ ડૉક્ટરને આપવામાં આવતા સ્ટાઈપેન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેને પગલે રેસિડેન્ટ ડૉક્ટરો ઘણી વખતથી સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરીને જરૂરી લેખિત ઓર્ડર કરાવ્યો હોવા છત્તા સ્ટાઈપેન્ડ કાપીને પગાર ચુકાવવામાં આવતા ૭૦થી વધુ તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. રેસિડેન્ટ ડૉક્ટરની મુખ્ય માગમાં ડીએનબી ડિપ્લોમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનું સ્ટાઈપેન્ડ રૂ.૮૪,૦૦૦ મહિના તરીકે ચૂકવવામાં આવતું હતું. જે ૬ઠ્ઠી ઓક્ટોબર ૨૦૨૩નાં રોજથી આગળનાં ચૂકવવાયેલા સ્ટાઇપેન્ડનો ઘટાડો તથા રિકવરી કરવામાં આવી. જેના માટે એનબીઈએમએસની માર્ગદર્શિકા ૧૦મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ લેખિતમાં ઓર્ડર તરીકે આપવામાં આવી છે આ અનુસાર સ્ટાઈપેન્ડ રાબેતા મુજબ આપવામાં આવે. ડીએનબી ડિપ્લોમાં રેસિડેન્ટ ડોકટરોના સ્ટાઈપેન્ડની રીકવરીની વસૂલાત તાત્કાલિક બંધ કરવામાં આવે અને ત્રણ મહિનાની વસૂલાતની રકમ પરત કરવામાં આવે. ડીએનબીના તમામ રેસિડેન્ટ ડોકટરો દ્વારા લેવામાં આવતી હોસ્ટેલ ફી રૂ.૩૦૦૦ મહિને એમ કરીને ત્રણ મહિનાથી લેવામાં આવે છે એ પરત કરવા સહિતની માગણીનો સમાવેશ થાય છે.