આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ફરી અનપેક્ષિત રાજકીય ભૂકંપ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા મોટા ભૂકંપ થવાના હોવાનો દાવો ભાજપના નેતા અને રાજ્યના ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને વ્યક્ત કર્યો છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિવસેનાની અપાત્રતા પિટિશન પર ચુુકાદો આપ્યો ત્યારે જ મહાજને એવું ભાવિ ભાખ્યું હતું કે રાજ્યમાં મોટા રાજકીય ભૂકંપ થશે. હવે ફરી તેમણે એ જ વાત કરી છે.

જ્ળગાંવમાં કૉંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ. ઉલ્હાસ પાટીલને કૉંગ્રેસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. તેઓ ભાજપમાં જાય એવી શક્યતા જણાઈ રહી છે.

આ બાબતે ગિરીશ મહાજનને પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ઉલ્હાસ પાટીલના ભાજપ પ્રવેશ અંગે મારી પાસે કોઈ માહિતી નથી, પરંતુ મેં જે ભૂકંપની વાત કરી હતી તે આનાથી પણ ઘણો મોટો હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button