આ કોણ મોઢું ઢાંકીને રામ લલ્લાના દર્શન કરવા પહોંચ્યું? વીડિયો થયો વાઈરલ…
અયોધ્યાના રામ મંદિરમાં રંગેચંગે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાર પડ્યો અને આજે તો રામ લલ્લાના દર્શન કરવા માટે ભક્તોએ એટલી ભીડ કરી હતી કે દર્શન બંધ કરવાનો વારો આવ્યો હતો. પરંતુ આટલી બધી ભીડ અને અફડાતફડી વચ્ચે પણ એક શખ્સ મોઢું કવર કરીને રામ લલ્લાના દર્શન કરવા પહોંચ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કોણ છે આ વ્યક્તિ…
આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપણા સૌના પ્રિય અભિનેતા અનુપમ ખેર છે. જી હા ગઈકાલે રામ લલ્લાના દર્શન કર્યા બાદ આજે ફરી એક વખત મોઢું ઢાંકીને અનુપમ ખેર અનિયંત્રિત ભીડ વચ્ચે રામ લલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અનુપમ ખેરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
અનુપમ ખેરે વીડિયો શેર કરીને લખ્યું હતું કે પ્લીઝ અંત સુધી જુઓ. ગઈકાલે હું આમંત્રિત મહેમાન તરીકે રામ લલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. પરંતુ આજે અચાનક એક સામાન્ય ભક્ત બનીને ફરી એક વખત રામ લલ્લાના દર્શન કરવાની ઈચ્છા થઈ. ભક્તિનો એવો દરિયો જોવા મળ્યો કે જે જોઈને હૃદય એકદમ ગદગદ થઈ ગયું હતું. જ્યારે હું નીકળવા લાગ્યો ત્યારે એક ભક્ત હળવેકથી મારા કાનમાં બોલ્યા કે ભૈયાજી મોઢું કવર કરવાથી કંઈ નહીં થવાનું.
અત્રે ઉલ્લેખનીય છે કે અનુપમ ખેરને ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંગના રનોત, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, માધુરી દિક્ષીત, વિક્કી કૌશલ રાજકુમાર હિરાની, મધુર ભંડારકરથી લઈને અન્ય સેલેબ્સ હાજરી આપી હતી.